સુપ્રીમ કોર્ટે આપ્યો TikTokને ઝટકો, હવે નહીં કરી શકો ડાઉનલોડ

મદ્રાસ હાઈકોર્ટે 3 એપ્રિલે TikTok એપ પર તે માટે પ્રતિબંધ લગાવી દીધો હતો કે, કારણ કે તેનું માનવું છે કે, તેનાથી બાળકો પર ખરાબ અસર પડે છે. 
 

સુપ્રીમ કોર્ટે આપ્યો TikTokને ઝટકો, હવે નહીં કરી શકો ડાઉનલોડ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શોર્ટ વીડિયો મોબાઇલ એપ્લીકેશન TikTok પર લાગેલા પ્રતિબંધ પર રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટના નિર્ણય બાદ કેન્દ્ર સરકારે ગૂગલ અને એપલને કહ્યું કે, તે ટીકટોકના ડાઉનલોડ પર પ્રતિબંધ લગાવે. આ મોબાઇલ એપ્લીકેશન પર પહેલા મદ્રાસ હાઈકોર્ટે પ્રતિબંધ લગાવ્યો હતો. બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર પ્રતિબંધ લગાવવાનો ઈનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સૂચના પ્રસારણ મંત્રાલયે આ પગલું ભર્યું અને ગૂગલ તથા એપ્પલને કહ્યું કે, આ એપ પર પ્રતિબંધ લગાવે. 

આ મામલાની આગામી સુનાવણી હવે 22 એપ્રિલે થશે. મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાની વાળી બેન્ચ કરી રહી છે. મદ્રાસ હાઈકોર્ટે પણ આ મામલાની આગામી સુનાવણી 16 એપ્રિલે કરવાની છે. મંત્રાલય તરફથી નિર્દેશ જારી થયા બાદ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ એપને ડાઉનલોડ કરવા પર પ્રતિબંધ લાગી જશે. પરંતુ જે લોકોના ફોનમાં ટીકટોક પહેલાથી છે, તે તેનો ઉપયોગ કરી શકશે. 

મદ્રાસ હાઈકોર્ટે 3 એપ્રિલે TikTok એપ પર તે માટે પ્રતિબંધ લગાવી દીધો હતો કે, કારણ કે તેનું માનવું છે કે, તેનાથી બાળકો પર ખરાબ અસર પડે છે. TikTokની લોકપ્રિયતાનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય કે તે વિશ્વની ત્રીજી સૌથી વધુ ઇંસ્ટોલ થતી મોબાઇલ એપ્લીકેશન છે. માત્ર માર્ચ મહિનામાં વિશ્વભરમાં 18.8 કરોડ લોકોએ આ એપને ડાઉનલોડ કરી હતી. વિશ્વભરમાં 50 કરોડથી વધુ લોકો આ એપ્લીકેશનનો ઉપયોગ કરે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news