ચાલાકી-હેરફેરથી ડેટા ચોરી કરી રહ્યાં હતા ફેસબુક-ગૂગલ, આમ થયો ખુલાસો
નાર્વેજિયન કંઝ્યુમર કાઉન્સિગે એક અભ્યાસમાં તે તારણ કાઢ્યું છે. તે અનુસાર આ કંપનીઓ ઉપયોગકર્તાઓને સીમિત ડિફોલ્ટ વિકલ્પ જ ઉપલબ્ધ કરાવે છે.
Trending Photos
નવી દિલ્હીઃ એક સરકારી સ્ટડી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યૂરોપીય સંઘનો એક નવો કાયદો હોવાછતા સોશિયલ મીડિયા વેબસાઇટ ફેસબુક અને સર્ચ એન્જિન ગૂગલ હેરફેર અને ચાલાકી દેખાડતા પોતાના યૂઝર્સ પાસેથી તેની ખાનગી સૂચનાઓ આપવા પર ભાર આપી રહી છે. નાર્વેજિયન કંઝ્યુમર કાઉન્સિગે એક અભ્યાસમાં તે તારણ કાઢ્યું છે. તે અનુસાર આ કંપનીઓ ઉપયોગકર્તાઓને સીમિત ડિફોલ્ટ વિકલ્પ જ ઉપલબ્ધ કરાવે છે. જ્યારે યૂરોપીય સંઘે નવા ડેટા સંરક્ષણ નિયમોમાં ડેટા ગોપનીયતા વિશે ઉપભોક્તાને વધુ નિયંત્રણ અને વિકલ્પ આપવાની જોગવાઇ કરી છે.
યૂઝર્સ માટે શું વિપલ્પ
કાઉન્સિલનું કહેવું છે કે, આ અમેરિકી કંપનીઓની ગોપનીયતા સંબંધિ સંશોધિત નીતિ સામાન્ય ડેટા સંરક્ષણ નિયમન (જીડીપીઆર)ને પણ પ્રતિકૂળ છે. જીડીપીઆરમાં પણ તે સ્પષ્ટ કરવાનું કહેવામાં આવ્યું છે કે ખાનગી સૂચના શેર કરતા સમયે ગ્રાહકોને નવો વિકલ્પ આપવામાં આવ્યો છે.
યૂઝર્સનું સન્માન નહીં
કાઉન્સિલના નિયામક (ડિજિટલ સેવા) ફિન મિરસ્ટેડે કહ્યું કે, આ કંપનીઓ આપણને પોતાની જ ખાનગી જાણકારી શેર કરવા માટે એક તરફથી ચાલાકી દેખાડતા લલચાવે છે. તેમણે કહ્યું કે, કંપનીઓનો વ્યવહાર દર્શાવે છે કે તેનામાં વપરાશકારો માટે સન્માન ઓછું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે