Sony એ ભારતમાં લોન્ચ કર્યા નવા ઓવર-ઇયર હેડફોન, જાણો કયા હેડફોનને મળશે ટક્કર

બ્લાસ્ટ હેડફોનમાં પ્લે/પોઝ/પાવર બટન, કોલ આન્સર બટન, વોલ્યૂમ બટન, સાથે-સાથે ઓક્સ પોર્ટ જેમ કે ઘણા ફીચર્સ મળે છે. આ ડિવાઇસમાં 300 એમએએચની બેટરી છે.

Sony એ ભારતમાં લોન્ચ કર્યા નવા ઓવર-ઇયર હેડફોન, જાણો કયા હેડફોનને મળશે ટક્કર

નવી દિલ્હી: સોનીએ શુક્રવારે ભારતમાં પોતાના પહેલા ઓવર-ઇયર હેડફોન લોન્ચ કર્યા. તેની કિંમત 29,990 રૂપિયા છે. કંપની અનુસાર WAF-100XM3 હેડફોન એકસાથે બે બ્લ્યૂટૂથ ડિવાઇસ સાથે પેર કરવામાં આવી શકે છે. તેમાં આપવામાં આવેલા ફીચર તેને એક્સાથે બે બ્લ્યૂટૂથ ડિવાઇસની સાથે સ્વિચ કરવાની આઝાદી આપે છે. 

આ હેડફોન સરળતાથી ડિટેક્ટ કરી શકે છે કે કયા ડિવાઇસ પરથી કોલ આવી રહ્યો છે અને પછી આ તેના અનુરૂપ પોતાને ઢાળી લે છે. તેમાં બે માઇક્રોફોન છે. બંને એક ઇયરકપ માટે છે અને તેનો હેતું નોઇસ કેન્સીલેશન છે. આ હેડફોન એલેક્સા, ગૂગલ આસિસ્ટન્ટ અને સીરીને પણ સપોર્ટ કરે છે. આ હેડફોનમાં 30 કલાક સુધી સંગીત સાંભળવાની ક્ષમતા પુરી પાડે છે. 

ટોરેટો બ્લાસ્ટ હેડફોન ટક્કર
Sonyના ઓવર ઇયર હેડફોનનો મુકાબલો લાઇફસ્ટાઇલ બ્રાંડ નિર્માતા કંપની ટોરેટોના વાયરલેસ હેડફોન 'બ્લાસ્ટ' વડે થવાનો છે. આ નવા વાયરલેસ બ્લ્યૂટૂથ હેડફોનમાં ક્વોલિટી સાઉન્ડ આપવામાં આવ્યું છે. આ હેડસેટ આઉટડોર એક્ટિવિટીઝ માટે ખૂબ ઉપયોગી સાબિત થઇ થઇ ગયું છે. ટોરેટો બ્લાસ્ટ વાયરલેસ હેડફોનમાં બ્લૂટૂથ 5.0 નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ 33 ફૂટ (10 મીટર) સુધીનું કવરેજ આપે છે. 

બ્લાસ્ટ હેડફોનમાં પ્લે/પોઝ/પાવર બટન, કોલ આન્સર બટન, વોલ્યૂમ બટન, સાથે-સાથે ઓક્સ પોર્ટ જેમ કે ઘણા ફીચર્સ મળે છે. આ ડિવાઇસમાં 300 એમએએચની બેટરી છે. જોકે ખૂબ સુંદર આઉટપુટ આપે છે. એકવાર ફૂલ ચાર્જ કરવા પર 10 કલાક માટે મ્યૂઝિકની મજા આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news