Solar જનરેટરથી ચાલશે TV થી માંડીને Laptop, લાઇટ જતી રહેશે તો પણ બંધ નહી થાય કામ

Solar Generator Purchase: જે જનરેટર વિશે અમે વાત કરી રહ્યા છીએ તેનું નામ SARRVAD Portable Solar Power Generator ST-500 છે. આ આકારમાં ખૂબ નાનું હોય છે અને તમે તેને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જઇ શકો છો.

Solar જનરેટરથી ચાલશે TV થી માંડીને Laptop, લાઇટ જતી રહેશે તો પણ બંધ નહી થાય કામ

Solar Generator Purchase: ભારતના જે વિસ્તારોમાં વારંવાર વિજળી જવાની સમસ્યા રહે છે, ત્યાં બાળકોના અભ્યાસથી માંડીને મોટી ઓફિસોનું કામ પ્રભાવિત થઇ જાય છે. ગરમીઓની સિઝનમાં સમસ્યા વધુ વધી જાય છે કારણ કે પંખા ચાલતા નથી સાથે જ તમે તમારા ઘરના એપ્લાયન્સને પણ ચલાવી શકતા નથી. ઇન્વર્ટર ખૂબ મોંઘું આવે છે અને બેટરી સહિત તેને ખરીદવાનો ખર્ચ લગભગ ₹20000 ની આસપાસ આવે છે. 

જોકે ઇન્વર્ટરની સાથે એક મોટી સમસ્યા રહે છે અને તે એ છે કે તેને ફક્ત ઘરમાં જ લગાવી શકાય છે અને ક્યારેય બહાર તમને પાવરની જરૂર હોય તો તમે તેને લઇ જઇ શકતા નથી. ઘણા લોકો એવા હોય છે જેમને પાવર સપ્લાય શિફ્ટ કરવો પડે છે જોકે ક્યારે તમારે ધાબા પર જવાની જરૂર પડે છે તો ક્યારેક તમારે પાવર સપ્લાય આઉટડોરમાં લઇ જવું પડી શકે છે. એવામાં આજે અમે તમારા માટે એક જોરદાર જનરેટર લઇને આવ્યા છીએ જેને ચાર્જ કરવા માટે તમારે એકપણ રૂપિય ખર્ચ કરવો નહી પડે. આ જનરેટર એકદમ દમદાર છે અને માર્કેટમાં તેની ડિમાન્ડ વધી રહી છે.

કયું છે આ સોલાર પાવર વાળું જનરેટર 
જે જનરેટર વિશે અમે વાત કરી રહ્યા છીએ તેનું નામ SARRVAD Portable Solar Power Generator ST-500 છે. આ આકારમાં ખૂબ નાનું હોય છે અને તમે તેને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જઇ શકો છો. ટીવી અને લેપટોપ જેવા નાના ડિવાસીસને ચલાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ કલાકો સુધી પાવર બેકઅપ આપવામાં સક્ષમ છે. 

શું છે ખાસિયત
તેની ક્ષમતા 60000mAh items, SARRVAD 518 Wh/140000mAh,3.7V છે. તમે તેને કોઇ આઇફોનને 25 વાર ચાર્જ કરી શકો છો. આ એકદમ કોમ્પેક્ટ છે અને તમે હાઇકિંગ દરમિયાન પણ તેને સાથે લઇ જઇ શકો છો. તમે તેને સોલાર પેનલ 100W to 110W, 18-24V/5A સાથે સૂરજના કિરણોથી ચાર્જ કરી શકો છો. જો વાત કરીએ તેની કિંમતની તો તમે સરળતાથી તેને સોલાર પાવર જનરેટરને 100W to 110W, 18-24V/5A રૂપિયાના વ્યાજબી ભાવે ખરીદી શકો છો. તમને જણાવી દઇએ કે તમે ઇચ્છો તો તેને પાવર સોકેટની મદદથી પણ ચાર્જ કરી શકો છો જેમાં સમય વધુ લાગે છે પરંતુ આ એક સરળ અને ખર્ચ વિનાની રીત છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news