સોશિયલ મીડિયા પર બેન થઈ આ મુસ્લિમ દેશના લોકોની એન્ટ્રી, ભ્રમ ફેલાવવાનો આરોપ
ફેસબુક, ગૂગલ+ અને માઇક્રોસોફ્ટે ખોટા અને ભ્રામક જાણકારી આપતા યૂઝર પર શિકંજો કસ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ફેસબુક, ગૂગલ+ અને માઇક્રોસોફ્ટે ખોટી અને ભ્રામક જાણકારી આપનારા યૂઝર પર શિકંજો કસ્યો છે. આ હેઠળ ઈરાનના યૂઝરના ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટ સીલ કરી દેવામાં આવ્યા છે. ગૂગલે ઈરાન સાથે જોડાયેલી કેટલિક યૂટયૂબ ચેનલ અને અન્ય ખાતાને બ્લોક કરી દીધા છે. જાણવા મળી રહ્યું છે કે આ ખાતાઓનો ઉપયોગ ખોટી સૂચનાઓ ફેલાવવા માટે કરવામાં આવતો હતો. ફેસબુક અને ટ્વીટરે આ પહેલા પણ ઘણા એકાઉન્ટોને બંધ કરી દીધા અથવા બ્લોક કરી દીધા છે.
ફાયરઆઈ કરી રહી છે મદદ
આ કંપનીઓ સાઇબર સુરક્ષા કંપની ફાયરઆઈની મદદથી આમ કરી રહી છે. તપાસમાં જાણવા મળ્યું કે આ ખાતા ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગ સાથે જોડાયેલા હતા. તે અનુસાર આ સંબંધ ઓછામાં ઓછા જાન્યુઆરી 2017થી ચાલી રહેલા એક પ્રયાસ હેઠળ હતો. વધુ પડતી ચેનલો ઈરાનના ફોન નંબરો સાથે લિંક હતી. આ ચેનલોના માધ્યમથી અમેરિકા, બ્રિટન, લેટિન અમેરિકા અને ખાડી દેશોના યૂઝર સાથે બનાવટ કરવામાં આવતી હતી. ફેસબુકે આવા આશરે 650 પેઇજ અને સમૂહોને ડિસેબલ કર્યા છે.
ભ્રમ ફેલાવવો અમારી નીતિઓની વિરુદ્ધઃ ગૂગલ
ગૂગલના ઉપાધ્યક્ષ કેન્ટ વોકરે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, અમે આઈઆરઆઈબી સંગઠન સાથે જોડાયેલા ઘણા એકાઉન્ટોની ઓળખ કરીને તેને બંધ કરી દીધા છે. તેમણે કહ્યું કે, આ પ્રકારના એકાઉન્ટના માધ્યમથી ભ્રમ ફેલાવવો અમારી નીતિઓનું ઉલ્લંઘન છે. અમે અમારા નેટવર્ક પરથી આ પ્રકારની સામગ્રી જલ્દી હટાવી દેવામાં આવી છે અને આવા લોકોના ખોતા બંધ કરી દેવામાં આવે છે.
યૂટ્યૂબે 39 ચેનલ બ્લોક કરી
ગૂગલે કહ્યું કે, તેણે 39 યૂ ટ્યૂહ ચેનલ બ્લોક અને સંબંધિત વીડિયો બ્લોક કરી દીધા છે. આ સાથે તેણે બ્લોગરોના છ ખાતાને પણ બંધ કરી દીધા છે. ગૂગલ પ્લસ સોશિયલ નેટવર્ક પર 13 એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે