Asian Games 2018: દીપિકા પલ્લીકલે અપાવ્યો સાતમાં દિવસનો પ્રથમ મેડલ

ભારતને એશિયન ગેમ્સમાં સાતમાં દિવસે પ્રથમ મેડલ મળ્યો. દીપિકા પલ્લીકલે બ્રોન્ઝ મેડલ જીત્યો. 

Asian Games 2018: દીપિકા પલ્લીકલે અપાવ્યો સાતમાં દિવસનો પ્રથમ મેડલ

જકાર્તાઃ ઈન્ડોનેશિયામાં ચાલી રહેલી 18મી એશિયન ગેમ્સના સાતમાં દિવસે ભારતને પ્રથમ મેડલ સ્કવોશમાં દીપિકા પલ્લીકલે અપાવ્યો છે. ભારતની સ્ટાર ક્વવોશ ખેલાડી દીપિકા પલ્લીકલે અહીં ચાલી રહેલી 18મી એશિયન ગેમ્સના સાતમાં દિવસે શનિવારે મહિલા સિંગલમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. આ ભારતનો સાતમાં દિવસે પ્રથમ મેડલ છે. દીપિકાને સેમીફાઇનલમાં મલેશિયાની નિકોલ એન ડેવિડે 3-0થી પરાજય આપીને બ્રોન્ઝ મેડલ સુધી સીમિત કરી દીધી હતી. 

દીપિકાએ આ પહેલા ક્વાર્ટર ફાઇનલ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા જાપાનની મિસાકી કોબાયાશીને 3-0થી પરાજય આપ્યો હતો. 28 વર્ષીય દીપિકાએ 2014માં દક્ષિણ કોરિયાના ઇંચિયોનમાં એશિયન ગેમ્સમાં આ સ્પર્ધામાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે ગુરૂવારે અંતિમ-16ના મેચમાં યજમાન દેશ ઈન્ડોનેશિયાની યેની સિટિ રોહમાહને 3-0થી હરાવી હતી. દીપિકાએ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને સેમીફાઇનલમાં જગ્યા બનાવી હતી. 

ભારતીય સ્ક્વોશ ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શનને 18મી એશિયન ગેમ્સના છઠ્ઠા દિવસે પણ જારી રાખ્યું જેમાં ભારતની બે મહિલા ખેલાડી અને એક પુરૂષ ખેલાડીએ સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો અને આ સાથે ત્રણ બ્રોન્ઝ મેડલ પાક્કા કરી લીધા હતા. મહિલા સિંગલ સ્પર્ધામાં દીપિકાની સાથે જોશના ચિપન્નાએ પણ સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પુરૂષોમાં સૌરભ ઘોષાલે ક્વાર્ટર ફાઇનલમાં હમવતન હરમિંદર પાલ સિંહ સંઘૂને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ રીતે ત્રણેય ખેલાડીઓએ દેશ માટે બ્રોન્ઝ મેડલ પાક્કા કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news