ઘરમાં નથી આવતું મોબાઈલમાં સિગ્નલ? તો લગાવો આ ડિવાઈસ, ફૂલ સ્પીડમાં ચાલશે નેટવર્ક
- આ ડિવાઈસ નહીં થવા દે નેટવર્કની સમસ્યા
- ઘરના દરેક ખૂણામાં મળશે ફૂલ નેટવર્ક
- મોબાઈલ સિગ્નલ બૂસ્ટર ગ્રાહકો માટે છે આશીર્વાદ
Trending Photos
નવી દિલ્લીઃ જો તમે પણ ઘરે મોબાઈલ નેટવર્કથી પરેશાન છો તો આ ડિવાઈસ ઈન્સ્ટોલ કરીને તમે તમારી બધી સમસ્યાઓનો અંત લાવી શકો છો. આ ડિવાઈસ લગાવવાથી ઘરના દરેક ખૂણામાં આવશે ફૂલ નેટવર્ક. પછી ક્યારે કોલ અને ઇન્ટરનેટમાં નહીં પડે સમસ્યા.
નેટવર્ક સમસ્યાને કહો બાય બાય-
જો તમે પણ ઘરના કેટલાક ભાગોમાં નેટવર્ક ના આવવાની સમસ્યાથી પીડાતા હો તો હવે ચિંતા કરવાની જરૂર નથી. નેટરવર્ક ના આવતા તમારા માટે કૉલ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવો મુશ્કેલ બની જાય છે. પરંતુ આ સમસ્યાને સરળતાથી દૂર કરી શકાય છે. માર્કેટમાં એક એવી પ્રોડક્ટ છે જેનાથી તમને ઘરના દરેક ખૂણે-ખૂણે સંપૂર્ણ સિગ્નલ મળશે. કૉલ દરમિયાન તમારે વારંવાર હેલો કહેવાની જરૂર રહેશે નહીં. આ ઉપકરણ ખૂબ સસ્તું આવે છે અને તમારી બધી સમસ્યાઓને હલ કરશે. તેને ઘરે ઇન્સ્ટોલ કર્યા પછી, ફોનમાં નેટવર્ક ઓછું નહીં થાય અને ઇન્ટરનેટની સ્પીડ પણ ટકાટક આવશે. તો આવો જાણીએ તેના વિશે...
આ ડિવાઈસ સિગ્નલને આપશે બૂસ્ટર ડોઝ-
ઘરે સંપૂર્ણ સિગ્નલ મેળવવા માટે તમે બજારમાંથી મોબાઇલ સિગ્નલ બૂસ્ટર ખરીદી શકો છો. આ ડિવાઈસ તાત્કાલિક મોબાઇલ સિગ્નલનો વિસ્તાર વધારી દે છે. આ ડિવાઈસ ઇન્સ્ટોલ કર્યા પછી તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો. તો ઘરના દરેક ખૂણામાં મોબાઇલ સિગ્નલ વધી જશે. આ પછી સરળતાથી તમે કૉલ પણ કરી શકશો અને ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરી શકશો.
ખર્ચ ઓછો પણ ફાયદા વધુ-
સિગ્નલ બૂસ્ટર એક નાનું ઉપકરણ છે. જે વાઇ-ફાઇ રાઉટર જેવું જ દેખાય છે. આને ઇન્સ્ટોલ કર્યા પછી તમને નેટવર્કની સમસ્યાનો સામનો કરવો નહીં પડે. જો તમને લાગે કે તેને ખરીદવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે તો તમે ખોટા છો. મોબાઈલ સિગ્નલ બૂસ્ટર તમને હજારથી 4 હજારની વચ્ચે મળશે. તમારે તેને ઘરે જ ઇન્સ્ટોલ કરવું પડશે.
વિજળી આપશે નેટવર્કને સ્પાર્ક-
સિગ્નલ બૂસ્ટર ડિવાઈસ લગાવતા પહેલા એક વાત જાણવી તમારા માટે ખૂબ જરૂરી છે. આ ડિવાઈસ વિજળી પર ચાલે છે. જો વિજપુરવઠો ખોરવાય તો તમારું મોબાઈલ નેટવર્ક ફરીથી ડિસ્ટર્બ થઈ જશે. જો તમે આ ડિવાઈસ ઓનલાઈન ખરીદી કરવા માંગો છો, તો તમે Amazon અને Flipkart પરથી પણ ખરીદી શકો છો. ત્યાં તમે બૂસ્ટર સસ્તામાં મેળવી શકો છો. અને બજારમાં જઈને પણ આ ડિવાઈસ ખરીદી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે