Trick: એક SIM વડે બે નંબર વાપરો, ખબર નહી પડે કે કોણ કરી રહ્યું છે કોલ

તમને હંમેશા એ જ સાંભળ્યું હશે કે એક સિમ કાર્ડ પર ફક્ત એક જ નંબર ચલાવી શકાય છે. આજે અમે તમને એક એવી કમાલની ટ્રીક વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેથી તમે એક જ સિમ કાર્ડ પર બે-બે ફોન નંબર ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે એક પણ રૂપિયો ચૂકવવો નહી પડે. આવો જાણીએ આમ કેવી રીતે કરી શકાય. 

Trick: એક SIM વડે બે નંબર વાપરો, ખબર નહી પડે કે કોણ કરી રહ્યું છે કોલ

નવી દિલ્હી: તમને હંમેશા એ જ સાંભળ્યું હશે કે એક સિમ કાર્ડ પર ફક્ત એક જ નંબર ચલાવી શકાય છે. આજે અમે તમને એક એવી કમાલની ટ્રીક વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેથી તમે એક જ સિમ કાર્ડ પર બે-બે ફોન નંબર ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે એક પણ રૂપિયો ચૂકવવો નહી પડે. આવો જાણીએ આમ કેવી રીતે કરી શકાય. 

એક સિમ કાર્ડ પર ચલાવો બે ફોન નંબર
જો તમે વિચારી રહ્યા છો કે એક જ સિમ કાર્ડ પર બે નંબર કેવી રીતે ચલાવી શકો છો તો આ ટ્રિક વિશે ડિટેલમાં જાણો. આ ટ્રિક માટે તમારી પાસે એક સ્માર્ટફોન હોવો જોઇએ અને ફોનમાં ઇન્ટરનેટની સુવિધા હોવી જોઇએ. તમને જણાવી દઇએ કે એક સ્માર્ટફોન એપને ડાઉનલોડ કરીને તમે તમારા સ્માર્ટફોન પર, એક જ સિમ કાર્ડ યૂઝ કરીને બે નંબર ચલાવી શકો છો. આવો જાણીએ કેવી રીતે... 

આ સ્ટેપ્સને કરો ફોલો
આ ટ્રિક ખાસ એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર માટે છે. સૌથી પહેલાં સ્માર્ટફોનમાં ગૂગલ પ્લે સ્ટોર 'ટેક્સ્ટ મી: સેકન્ડ ફોન નંબર' (Text Me: Second Phone Number) નામની એપ ડાઉનલોડ કરો. ત્યારબાદ તમારા જીએમલ એકાઉન્ટની મદદથી આ એપમાં સાઇન-અપ કરો અને તમારું એકાઉન્ટ બનાવો. ત્યારબાદ સ્ક્રીન પર સૌથી નીચે આપવામાં આવેલા ઓપ્શન્સમાં 'નંબર' ઓપ્શનને સિલેક્ટ કરો.

હવે તમે આ ઇચ્છા મુજબ કોઇપણ નંબરને સિલેક્ટ કરી શકો છો પરંતુ તમને જણાવી દઇએ કે આ નંબરો માટે તમારે પૈસા ચૂકવવા પડશે. પૈસા આપીને અહીં હાજર અલગ-અલગ દેશોના કોઇપણ નંબર પસંદ કરી શકશો. એપ ઇન્સ્ટોલ કરીને તમે તમારો ફ્રી નંબર પણ મેળવી શકો છો. જેથી તમે કોલ કરી શકો છો. સૌથી ઉપર ક્રેડિટ જોવા મળશે. જેટલી ક્રેડિટ તમારી પાસે હશે એટલા કોલ કરી શકશો. તમે આ ક્રેડિટ્સને પૈસા આપીને ખરીદી પણ શકો છો અને તમે વીડિયોઝ અથવા પછી બીજી રીતો વડે તેમને ફ્રીમાં પણ મેળવી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news