સ્માર્ટફોનના બેક કવરમાં રાખો છો નોટ તો થઈ જાવ સાવધાન, બોમ્બની જેમ ફાટી શકે છે ફોન
ઘણા લોકોને સ્માર્ટફોનના બેક કવરમાં નોટ રાખવાની આદત હોય છે. તેનાથી સ્માર્ટફોનને ભારે નુકસાન થાય છે. નોટ રાખવાને કારણે સ્માર્ટફોનમાં ઘણીવાર નેટવર્કની સમસ્યા પણ આવવા લાગે છે. જો તમને પણ આ આદત હોય તો તેને બદલવાની જરૂર છે.
Trending Photos
નવી દિલ્હીઃ Smartphone Tips And tricks: ઘણા લોકોને સ્માર્ટફોનના બેક કવરની પાછળ નોટ રાખવાની આદત હોય છે. જો તમને પણ આ આદત હોય તો સાવધાન થઈ જાવ. સ્માર્ટફોનના બેક કવરમાં નોટ રાખવાથી મોટુ નુકસાન થઈ શકે છે. સ્માર્ટફોનના કવરમાં રાખેલી 100-500ની નોટ તમારા સ્માર્ટફોનમાં બ્લાસ્ટનું કારણ બની શકે છે અને તેનાથી તમને ભારે નુકસાન થઈ શકે છે. આમ તો ફોનમાં ઘણા કારણે બ્લાસ્ટ થઈ શકે છે પરંતુ તેમાંથી એક કારણ બેક કવરમાં રાખેલી નોટ પણ હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી સ્માર્ટફોનમાં બ્લાસ્ટ કે પછી આગ લાગવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. તેના અલગ-અલગ કારણો હોઈ શકે છે પરંતુ શું તમે જાણો છો કે ઘણીવાર કવરની પાછળ નોટ રાખવાને કારણે આ પ્રકારની ઘટનાઓની સંભાવના વધી જાય છે. આવો તમને જણાવીએ ફોનના કવરમાં નોટ રાખવાથી સ્માર્ટફોનમાં શું અસર પડે છે.
ફોનના બેક કવરની અંદર કોઈપણ નોટ કે કાગળ ન રાખવો જોઈએ. હકીકતમાં નોટ રાખવાથી સ્માર્ટફોનમાંથી નિકળનારી હિટ બહાર જઈ શકતી નથી અને તેના કારણે સ્માર્ટફોન ઝડપથી ગરમ થવા લાગે છે. તેની અસર ચાર્જિંગના ટાઈમ પર વધુ જોવા મળે છે.
નોટ રાખવાથી વધવા લાગે છે ટેમ્પ્રેચર
સ્માર્ટફોનમાં હંમેશા લોકો મોટુ કવર લગાવે છે, જેનાથી હીટિંગ સમસ્યા ખુબ વધુ ઝાય છે પરંતુ જ્યારે તેમાં કોઈ પ્રકારની નોટ રાખવામાં આવે છે અને તે મુશ્કેલી અનેક ગણી વધી જાય છે. નોટ એક લેયરની જેમ કામ કરે છે, જેનાથી હીટને બહાર નિકળવાની જગ્યા નથી મળતી અને એક લિમિટથી વધુ હીટિંગ થવા પર સ્માર્ટફોનમાં આગ લાગવાની સંભાવના વધી જાય છે.
નોટ રાખવાથી ચાર્જિંગ અને નેટવર્કમાં આવે છે સમસ્યા
જ્યારે ફોનનો સતત ઉપયોગ કરવામાં આવે છે કે પછી ચાર્જિંગ પર લાગેલો હોય છે તે સમયે હીટિંગની સમસ્યા વધી જાય છે. કવરની પાછળ નોટ રાખવાને કારણે તેને ઠંડો થવામાં પણ વધુ સમય લાગે છે. આ કારણે આપણો ફોન ઓવરહીટ થવા પર બ્લાસ્ટ થઈ શકે છે.
સ્માર્ટફોનના બેક કવર પર રાખેલી નોટ માત્ર હીટિંગનું કારણ નથી બનતી પરંતુ તેના કારણે ઘણીવાર ફોનમાં નેટવર્કની સમસ્યા આવવા લાગે છે. હકીકતમાં મોટાભાગના સ્માર્ટફોનની બેક પેનલ પર નેટવર્ક માટે એન્ડિયા આપવામાં આવે છે અને નોટ રાખવાને કારણે ફોન પર પ્રોપર નેટવર્ક આવી શકતું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે