Whatsapp: વોટ્સએપના ફોટો અને વીડિયો નથી દેખાતા ગેલેરીમાં ? તો ફટાફટ કરી લો આ સેટિંગ
Whatsapp Tricks: ઘણા લોકોની ફરિયાદ હોય છે કે વોટ્સએપમાં આવતા ફોટા અને વીડિયો ગેલેરીમાં જોવા મળતા નથી. જો તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો ચિંતા કરશો નહીં. આજે તમને આ સમસ્યાનો ઉકેલ જણાવીએ.
Trending Photos
Whatsapp Tricks: વોટ્સએપ લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન છે. જેનો ઉપયોગ વિશ્વભરના લાખો લોકો કરે છે. વોટ્સએપની મદદથી લોકો કોઈપણ સાથે ચેટ કરી શકે છે, ઓડિયો અને વિડિયો શેર કરી શકે છે. ઓડિયો-વિડિયો કોલ પણ કરી શકે છે. આ ઉપરાંત યુઝર્સ તેમના ફોટો અને ડોક્યુમેન્ટની આપ લે પણ કરી શકે છે.
વોટ્સએપ દ્વારા મોકલવામાં આવેલા ફોટા અને વીડિયો ફોનની ગેલેરીમાં પણ દેખાય છે. પરંતુ ઘણા લોકોની ફરિયાદ હોય છે કે વોટ્સએપમાં આવતા ફોટા અને વીડિયો ગેલેરીમાં જોવા મળતા નથી. જો તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો ચિંતા કરશો નહીં. આજે તમને આ સમસ્યાનો ઉકેલ જણાવીએ.
વોટ્સએપમાં મીડિયા વિઝિબિલિટી સેટિંગ હોય છે. આ સેટિંગ તમારા ફોનની ગેલેરીમાં વોટ્સએપ ફોટા અને વીડિયો બતાવવામાં આવે કે નહીં તે કંટ્રોલ કરે છે. જો આ સેટિંગ ઓફ હશે તો વોટ્સએપમાં આવતા ફોટો કે વીડિયો ગેલેરીમાં જોવા મળશે નહીં.
જો તમારા ફોનની ગેલેરીમાં પણ વોટ્સએપમાં આવેલા ફોટા અને વિડિયો જોવા મળતા નથી તો તમે આ સેટિંગ કરી શકો છો. જો આ સેટિંગ ઓફ હોય તો તેને ઓન કરો. આ સેટિંગને ઓન કરવા માટે તમે આ સ્ટેપ્સ ફોલો કરી શકો છો.
1. તેના માટે સૌથી પહેલા તમારા ફોનમાં વોટ્સએપ ઓપન કરો.
2. જમણી બાજુએ ઉપરની તરફ ત્રણ ડોટ દેખાશે તેના પર ટેપ કરો.
3. ત્યાર પછી સેટિંગ્સ પર ટેપ કરો.
4. અહીં ચેટ્સ ઓપ્શન પર ક્લિક કરો.
5. ત્યાર પછી મીડિયા વિઝિબિલિટી ઓપ્શન ઓન કરો.
જો આ સેટિંગ્સ કર્યા પછી વોટ્સએપના ફોટા અને વીડિયો ગેલેરીમાં દેખાતા નથી તો સૌથી પહેલા વોટ્સએપ અપડેટ કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે