લૉકડાઉનમાં સાવધાન, સાઇબર ક્રિમિનલ્સના નિશાના પર તમે, એક ભૂલ અને એકાઉન્ટ થશે ખાલી
સાઇબર ક્રિમિનલ્સ કોરોના વાયરસ દરમિયાન વધેલા ડિજિટલ પેમેન્ટનો ફાયદો ઉઠાવતા ગ્રાહકોને નિશાન બનાવી રહ્યાં છે. એકાઉન્ટ ઇન્ફોર્મેશન અપડેટ કરવા સાથે જોડાયેલ મેસેજ મોકલીને ગ્રાહકોના બેન્કિંગ ડેટાની ચોરી કરવામાં આવી રહી છે.
Trending Photos
નવી દિલ્હીઃ વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસને કારણે લૉકડાઉનની સ્થિતિ છે અને ભારતે પણ વાયરસથી બચવા માટે આ રીત અપનાવી છે. આ દરમિયાન સાઇબર ક્રિમિનલ્સ પણ પહેલાથી વધુ સક્રિય થઈ ગયા છે અને લોકોને નિશાન બનાવી રહ્યાં છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી છેલ્લા એક સપ્તાહમા બીજીવાર પોતાના ગ્રાહકોને ફ્રોડ અને આવા સાઇબર ક્રિમિનલ્સથી બચીને રહેવા એલર્ટ આપવામાં આવ્યું છે. તમારી નાની ભૂલ સાઇબર ક્રાઇમ કરનારને એકાઉન્ટ ખાલી કરવાની તક આપી સકે છે અને ડિજિટલ પેમેન્ટ દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે.
ભારતની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઈ)ના ગ્રાહકોને એક એસએમએસ મોકલીને ફ્રોડ માટે ફસાવવામાં આવી રહ્યાં છે. બેન્કે પોતાના ટ્વીટર એકાઉન્ડ પરથી તમામ ગ્રાહકોને આ ફ્રોડને લઈને એલર્ટ કર્યાં છે અને તેની જાણકારી આપી છે. હકીકતમાં, કોરોનાના સંક્રમણને કારણે લૉકડાઉન દરમિયાન ઓનલાઇન પેમેન્ટ કેશની જગ્યાએ વધુ થઈ રહ્યું છે. સાથે ઘણા બેન્ક કર્મચારીઓના ઘરેથી કામ કરવાની જગ્યાએ સિક્યોર નેટવર્કમાં સેંધ લગાવવાનો પ્રયત્ન સાઇબર ક્રિમિનલ્સે વધારી દીધો છે. એસબીઆઈ તરફથી આ પહેલા ઓટીપીની મદદથી થનારા ફ્રોડનું એલર્ટ આપવામાં આવ્યું હતું.
Fraudsters are using new ways & techniques to commit cybercrimes. Here’s a new way people are scammed in India. If you come across any such instances, please inform us through e-mail to: epg.cms@sbi.co.in & report.phishing@sbi.co.in & also report on: https://t.co/L3ihBoE1kS#SBI pic.twitter.com/O7gXx7QhlQ
— State Bank of India (@TheOfficialSBI) April 11, 2020
SMSથી થઈ શકે છે ખાતું ખાલી
બેન્કે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે સાઇબર ક્રિમિનલ્સ એક નવા પ્રકારનો ફ્રોડ કરીને ગ્રાહકોને ફસાવી રહ્યાં છે. તેમાં એટેક કરનાક ગ્રાહકોના મોબાઇલ પર એક એસએમએસ મોકલે છે, જે જોવામાં બેન્ક તરફથી મોકલેલ મેસેજ લાગે છે. આ સાથે આપવામાં આવેલી લિંક પર ક્લિક કરતા SBI NetBanking જેવું પેજ ખુલે છે, જે હકીકતમાં નકલી છે. આ પેજ પર બેન્કિંગ ડિટેલ આપતા તમારા ખાતામાંથી રકમ ચોરી થઈ શકે છે. બેન્ક તરફથી આવો કોઈ એસએમએસ મળતા ડિલિટ કરવાનું કહેવામાં આવ્યું છે અને બેન્કિંગ ડિટેલ ન આપવાની સલાહ પણ આપવામાં આવી છે.
ફેક વેબસાઇટથી ડેટા ચોરી
ફ્રોડ કરનાર સાઇબર ક્રિમિનલ્સ ગ્રાહકોને www.onlinesbi.digital વેબસાઇટ પર મોકલે છે અને અહીં તેને પાસવર્ડ કે એકાઉન્ટ ડિટેલ અપડેટ કરવાનું કહેવામાં આવે છે. બેન્ક તરફથી કહેવામાં આવ્યું છે કે આ વેબસાઇટ ફેક છે અને તેના પર કોઈ જાણકારી શેર કરવી ખતરનાક હોઈ શકે છે. આ પહેલા બેન્ક તરફથી જણાવવામાં આવ્યું હતું કે સાઇબર ક્રાઇમ કરનાર ગ્રાહકોને કોલ કરીને તેના ફોન પર આવેલ ઓટીપી તે કહીને પૂછે છે કે તેની લોનનો હપ્તો પોસ્ટપોન કરી દેવામાં આવશે. આ ઓટીપી શેર કરતા ગ્રાહકના ખાતામાંથી રકમ કાઢી લેવામાં આવી છે.
Cyber fraudsters keep finding new ways to scam people. The only way to beat the #cybercriminals is to #BeAlert & be aware. Please note that EMI Deferment does not require OTP sharing. Do not share your OTP. For details on EMI Deferment scheme, visit: https://t.co/wP3Xux99vI#SBI pic.twitter.com/2GZSHX3ONa
— State Bank of India (@TheOfficialSBI) April 5, 2020
આ માટે સાઇબર ક્રાઇમમાં વધારો
સાઇબર ક્રિમિનલ્સ કોરોના વાયરસ લૉકડાઉન દરમિયાન ન માત્ર બેન્કના સિક્યોર નેટવર્ક પરંતુ ગ્રાહકોને પણ નિશાન બનાવવાની ફિરાકમાં છે. ઘણી બેન્કના કર્મચારી પોતાના ઘરેથી કામ કરી રહ્યાં છે અને તેવામાં સિક્યોર નેટવર્કથી ડેટા ચોરવો ક્રિમિનલ્સ માટે કોઈ ફિઝિકલ નેટવર્કને ક્રેક કરવાના મુકાબલે સરળ થઈ જાય છે. બેન્કની સામે પોતાના વર્કિંગ નેટવર્કને સિક્યોર બનાવી રાખવાની જવાબદારી હોય છે, ગ્રાહકોને પણ ફ્રોડથી બચીને રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. બેન્ક ડીટેલ્સ અપડેટ કરવા સાથે જોડાયેલ મેસેજ કે લિંક મોકલી રહી નથી, તેવામાં નાની ભૂલ ભારે પડી શકે છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે