Samsung Galaxy A90 નું 5G વેરિએન્ટ હશે ખાસ, જાણો અન્ય ફીચર્સ
Trending Photos
નવી દિલ્હી: પોતાની બેસ્ટ પ્રોડક્ટ માટે દુનિયાભરમાં જાણિતી દક્ષિણ કોરિયાની કંપની Samsung પોતાના Galaxy A90 પર કામ કરી રહી છે. હવે એક નવા સમાચાર સામે આવી રહ્યા છે કે આ ફોનને 5G વેરિએન્ટ પર પણ કામ ચાલી રહ્યું છે. કંપની સ્નૈપડ્રૈગન 855 પ્રોસેસરથી સજ્જ બે સ્માર્ટફોન્સ લોન્ચ કરવાની તૈયારીમાં છે. તેમાં એક ફોન 5G આધારિત હશે. આ વેરિએન્ટ 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે રજૂ કરવાની આશા છે. તો બીજી તરફ આ પહેલાં સમાચાર આવ્યા હતા કે Galaxy A90 ને કંપનીની R સીરીઝ હેઠળ રજૂ કરવામાં આવી શકે છે. આવો જાણીએ પુરી જાણકારી વિસ્તારપૂર્વક...
જો વાત કરીએ Samsung Galaxy A90 ના 5G વેરિએન્ટ મોડલ નંબર SM-A905 ની ફોન 6.7 ઇંચનો ડિસ્પ્લે આપવામાં આવશે. સાથે જ ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સેંસર પણ ઉપલ્બધ હશે. આ ઉપરાંત ફોન સ્નૈપડ્રૈગન 855 પ્રોસેસરથી સજ્જ છે. ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા ઉપલબ્ધ હશે. તેનું પ્રાઇમરી સેંસર 48 મેગાપિક્સલનો હશે. બીજું 12 મેગાપિક્સલ અને ત્રીજું 5 મેગાપિક્સલનું સેંસર હશે. આ વેરિએન્ટમાં Tilt OIS ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબલાઇજેશન જ અલગ વર્જન હોઇ શકે છે.
તમારે જાણકારી માટે તમને જણાવી દઇએ કે Samsung Galaxy S10 સીરીઝ તમારા માટે એક સારો વિકલ્પ સાબિત થઇ શકે છે. આ સીરીઝ યૂઝર્સને ખૂબ પસંદ આવી રહ્યું છે. જો તમે ફોનનું બજેટ વધુ છે તો આ Galaxy ટિપ્સર @OnLeaks એ ટ્વિટ કરી દીધું છે આ ફોનને Galaxy R-સીરીઝ હેઠળ લોન્ચ કરવામાં આવી શકે છે. આ સીરીઝ હેઠળ બે સ્માર્ટફોન્સને લોન્ચ કરવાના સમાચાર છે.
સમાચારોના અનુસાર આ બંને ફોન્સને મોટી ડિસ્પ્લે અને ટ્રિપલ રિયર કેમેરા સાથે લોન્ચ કરવાની સંભાવના છે. તો બીજી તરફ કહેવામાં આવી રહ્યું છે કે આ સીરીઝ હેઠળ 5G સપોર્ટ ફોન પણ લોન્ચ કરવામાં આવી શકે છે. જે પ્રકારે આજકાલ લોન્ચ થનાર સ્માર્ટફોન્સમાં પોપ-અપ અથવા સ્લાઇડ કેમેરા મોડ્યૂલ આપવામાં આવ્યું છે આ પ્રકારે આ ફોનમાં કંઇક અલગ કરવામાં આવશે એટલું જ નહી તેની જાણકારી હાલ આપવામાં આવી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે