ભારત-જાપાન અને USA વચ્ચે બેઠક, PM મોદીએ કહ્યું- ‘અમારો મંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ’
ઓસાકામાં શરૂ થયેલી G-20 શિખર સમિટમાં જાપાન, ભારત અને અમેરિકાની વચ્ચે ત્રિસ્તરીય બેઠક યોજાઇ હતી. તે દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે મહત્વના મુદ્દા પર ચર્ચા થઇ.
Trending Photos
નવી દિલ્હી: ઓસાકામાં શરૂ થયેલી G-20 શિખર સમિટમાં જાપાન, ભારત અને અમેરિકાની વચ્ચે ત્રિસ્તરીય બેઠક યોજાઇ હતી. તે દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે મહત્વના મુદ્દા પર ચર્ચા થઇ. ટ્રમ્પે પીએમ મોદીને લોકસભા ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીતની શુભેચ્છાઓ આપી. આ સાથે જ તેમણે કહ્યું કે, આપણે સારા મિત્ર બની ગયા છે. હું આ નિશ્ચિતપણે કહીશ કે આપણે સૈન્ય તેમજ અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરીશું.
G-20 શિખર સમિટમાં ભારત અને અમેરીકાની વચ્ચે થયેલી દ્વિપક્ષીય બેઠકમાં 4 મુદ્દા ઇરાન, 5જી, દ્વિપક્ષીય સંબંધો અને રક્ષા મામલે ચર્ચા થઇ. ત્યારે પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને અમેરિકાના સંબંધ વધુ મજબૂત થયા છે. તેમણે કહ્યું કે, ભારતનો મંત્ર છે સૌનો સાથ અને સૌનો વિકાસ. પીએમ મોદીએ કહ્યું કે, જાપાન, અમેરિકા અને ઇન્ડિયાનો અર્થ છે ‘જય’ (JAI).
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે, જી-20માં શિખર સમિટમાં બહુપક્ષવાદમાં સુધાર માટે ભારતને મજબૂત સમર્થન પર ભાર આપીશું. જે નિયમ આધારિત આંતરરાષ્ટ્રી વ્યવસ્થાને બનાવી રાખવા માટે મહત્વપૂર્ણ છે. વડાપ્રધાને સમિટ માટે જાપાનના ઓસાકા જતા પહેલા તેમના નિવેદનમાં કહ્યું કે, મહિલા સશક્તીકરણ, કૃતિમ બુદ્ધિમત્તા અને આતંકવાદ જેવા પડકારોના સમાધન માટે સામાન્ય પ્રયાસ જેવા મુદ્દા તેમના એજન્ડામાં ટોચ પર હશે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે