આ મહિને લોન્ચ થશે Samsung નો 3 રિયર કેમેરાવાળો ગેલેક્સી 'M30' સ્માર્ટફોન

સેમસંગ ગેલેક્સી 'એમ30'માં સુપર અમોલ્ડ ઇંડીનિટી વી ડિસ્પ્લે લઇને આવશે, જો કે યુવા પેઢી માટે એક ધમાકેદાર રજૂઆત હશે. નવી એક્સીનોસ 7904 પ્રોસેસરથી સજ્જ ગેલેક્સી 'એમ30' 4જીબી રેમ 64-જીબી ઇંટરનલ મેમરી વર્જન સાથે આવે છે.

આ મહિને લોન્ચ થશે Samsung નો 3 રિયર કેમેરાવાળો ગેલેક્સી  'M30' સ્માર્ટફોન

ભારતમાં આ વર્ષે જાન્યુઆરીમાં ગેલેક્સી 'એમ'ના સફળતાપૂર્વક લોન્ચ બાદ સેમસંગ આ મહિને 15 હજાર રૂપિયાની શરૂઆતી કિંમતવાળા 'એમ30' લોન્ચ કરવાની તૈયારીમાં છે. જાણકારી અનુસાર ગેલેક્સી 'એમ30'નું વેચાણ પ્રથમ અઠવાડિયામાં શરૂ થઇ જશે. આ સ્માર્ટફોનમાં ત્રણ રિયર કેમેરા છે અને આ પાંચ હજાર એમએચએ બેટરીથી સજ્જ છે.

સેમસંગ ગેલેક્સી 'એમ30'માં સુપર અમોલ્ડ ઇંડીનિટી વી ડિસ્પ્લે લઇને આવશે, જો કે યુવા પેઢી માટે એક ધમાકેદાર રજૂઆત હશે. નવી એક્સીનોસ 7904 પ્રોસેસરથી સજ્જ ગેલેક્સી 'એમ30' 4જીબી રેમ 64-જીબી ઇંટરનલ મેમરી વર્જન સાથે આવે છે. આ ડિવાઇસ 5જીબી-128 જીબી વર્જનમાં પણ ઉપલબ્ધ હોઇ શકે છે.

સેમસંગ ગેલેક્સી M30 માં 3 રિયર કેમેરા લાગેલા છે જે 13+5+5 મેગાપિક્સલના છે. ફ્રંટમાં 16 મેગાપિક્સલનો કેમેરો લાગેલો છે. ડિસ્પ્લેની વાત કરીએ તો ગેલેક્સી એમ30માં 6.38 ઇંચની ડિસ્પ્લે છે, જે ટિયરડ્રોપ નોચ સાથે છે. તેને ઇન્ફિનિટી-વી ડિસ્પ્લે કહેવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news