ભારતમાં સસ્તી કિંમતમાં સેમસંગનો ધમાકેદાર ફોન લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
Samsung Galaxy A03 ને ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે, જે દમદાર ફીચર્સથી લોડેડ છે અને તેની ડિઝાઇન ખુબ યૂનિક છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતની સૌથી વિશ્વાસપાત્ર સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગે આજે ગેલેક્સી એ03 લોન્ચ કરવાની જાહેરાત કરી છે. સેમસંગની એ-સિરીઝનો નવો ફોન ગેલેક્સી એ03 6.5 એચડી+ડિસ્પ્લે સાથે આવે છે અને સાથે લાઇવ ફોકસની સાથે શાર્પ તસવીરો લેવા માટે ટ્રૂ 48 એમપી ડ્યુઅલ રિયર કેમેરો છે.
નવા ગેલેક્સી એ03ને એક સસ્તી કિંમત પર અવિશ્વસનીય સુવિધાઓની સાથે માર્કેટમાં ધૂમ મચાવવા ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ સ્ટાઇલિશ સ્માર્ટફોન ટ્રૂ 48MP રિયર કેમેરા અને 6.5 ઇંચ ડિસ્પ્લે, શક્તિશાળી પ્રોસેસર અને લાંબા સમય સુધી ચાલનારી 5000mAh બેટરી સાથે આવ્યો છે. ગેલેક્સી એ03 ગ્રાહકોને એક સંપૂર્ણ પેકેજ પ્રદાન કરે છે જે એક સમયમાં એક્સપ્લોર કરવા અને ઉત્કૃષ્ટતા પ્રદાન કરવા માટે ઉત્સુક છે.
ટ્રૂ 48 મેગાપિક્સલનો રિયર કેમેરો
ગેલેક્સી એ03 ટ્રૂ 48 મેગાપિક્સલના કેમેરા સાથે આવે છે, જે તમને ખાસ તસવીરો લેવાની સુવિધા આપે છે. 2MP ના ડેપ્થ કેમેરા લાઇવ ફોકસની સાથે શાર્પ પોટ્રેટ ક્લિક કરવા અને બેકગ્રાઉન્ડમાં નેચરલ બ્લર ઇફેક્ટ મેળવવામાં તમારી મદદ કરે છે. તમારા સોશિયલ મીડિયાને એક ક્લિકમાં તૈયાર કરવા માટે ગેલેક્સી A03 બ્યૂટી મોડની સાથે 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો સપોર્ટ કરે છે. તેમાં સ્માર્ટ સેલ્ફી એંગલની સુવિધા પણ છે.
આ પણ વાંચોઃ જિયોના આ પ્લાને વધારી એરટેલ અને વોડાની ચિંતા, 1095GB ડેટાની સાથે એક વર્ષ હોટસ્ટાર પ્રીમિયમ ફ્રી
શક્તિશાળી ઓક્ટા-કોર 1.6GHz પ્રોસેસર દ્વારા સંચાલિત, ગેલેક્સી એ03 મલ્ટીટાસ્કિંગ માટે પણ શાનદાર છે. 4 જીબી રેમની સાથે, ગેલેક્સી એ03 ઘણી એપ્સને બ્રાઉઝ કરવા અને ઉપયોગ કરવા દરમિયાન ઝડપી ઉત્પાદકતા અને બેટરીનો ઓછો ઉપયોગ કરે છે.
પાવરફુલ બેટરી
લાંબા સમય સુધી ચાલનારી 5000mAh બેટરીથી લેસ, ગેલેક્સી એ03 તમને એક દિવસ ચાલવા માટે પર્યાપ્ત શક્તિ પ્રદાન કરે છે અને તમને તમારા ફોનમાં વધુ સમય પસાર કરવા અને સ્માર્ટફોનને ચાર્જ કરવામાં ઓછો સમય પસાર કરવો પડે છે.
પરફોર્મેંસ અને ઓડિયો
ગેલેક્સી એ03 સ્પોર્ટ્સ 6.5 ઇંચ એચડી+ડિસ્પ્લે તે લોકો માટે ઇમર્સિંગ વ્યૂઇંગ અનુભવ પ્રદાન કરે છે, જે કન્ટેન્ટ પસંદ કરે છે. ગેલેક્સી એ03ની સાથે પોતાની પસંદગીની ફિલ્મો અને શો જોતા સમયે વાયર્ડ અને બ્લૂટૂથ હેડસેટ પર ડોલ્બી એટમોસની મજા માણી શકો છો.
આ પણ વાંચોઃ Xstream Premium: એરટેલે લોન્ચ કર્યો દમદાર પ્લાન, માત્ર 149 રૂપિયામાં મળશે 15થી વધુ ઓટીટી સબ્સક્રિપ્શન
અન્ય ફીચર્સ
ગેલેક્સી એ03 એન્ડ્રોઇડ 11 અને વન યૂઆઈ કોર 3.1નું સમર્થન કરે છે. આ સિવાય ફોન A03 32GB અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ અને 1TB એક્સપેન્ડેબલ મેમરી સાથે આવે છે. સેમસંગના નવા ફોનના 3GB + 32GB વેરિએન્ટની કિંમત 10499 રૂપિયા અને 4GB + 64GB વેરિએન્ટની કિંમત 11999 રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે