Samsung ના આ શાનદાર Smartphone માં હશે હીરા અને કિંમતી પથ્થર, જાણો કિંમત અને ફિચર્સ

Samsung 11 ઓગસ્ટના રોજ Galaxy Z Fold 3 અને Galaxy Z Flip 3 લોન્ચ કરશે. આ ફોનની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. સેમસંગ પ્રથમ વખત આ પ્રકારનો ફોન લોન્ચ કરી રહ્યું છે. સેમસંગ હંમેશા એપલના આઇફોન સાથે સ્પર્ધા કરે છે

Samsung ના આ શાનદાર Smartphone માં હશે હીરા અને કિંમતી પથ્થર, જાણો કિંમત અને ફિચર્સ

નવી દિલ્હી:- Samsung 11 ઓગસ્ટના રોજ Galaxy Z Fold 3 અને Galaxy Z Flip 3 લોન્ચ કરશે. આ ફોનની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. સેમસંગ પ્રથમ વખત આ પ્રકારનો ફોન લોન્ચ કરી રહ્યું છે. સેમસંગ હંમેશા એપલના આઇફોન સાથે સ્પર્ધા કરે છે. નવી ડિઝાઇનનો ફોન લોન્ચ કરી સેમસંગ આઇફોનને પાછળ છોડી દેવા માટે તૈયાર છે. આઇફોન પણ ફોલ્ડેબલ ફોનને બજારમાં લાવવાનું વિચારી રહ્યું છે, પરંતુ સેમસંગે તેને પાછળ છોડી દીધું છે. સ્માર્ટફોન પ્રેમીઓ પણ સેમસંગની આ સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફોનનું પ્રીમિયમ વેરિએન્ટ પણ આવી રહ્યું છે. કેવિઅર આ ફોનને મોડિફાય કરી નવી રીતે રજૂ કરશે અને તેની કિંમત પણ લાખોમાં હશે. એટલે કે કિંમત એટલી હશે કે તમે તે કિંમતમાં નવું ઘર ખરીદી શકો છો. આવો જાણીએ તેના વિશે...

Galaxy Z Fold 3 અને Galaxy Z Flip 3 અલ્ટ્રા-પ્રીમિયમ વેરિએન્ટ
લક્ઝરી બ્રાન્ડ કેવિઅર ગેલેક્સી Galaxy Z Fold 3 અને Galaxy Z Flip 3 ના અલ્ટ્રા-પ્રીમિયમ વેરિએન્ટ્સ લાવશે, જેની કિંમત 35 લાખ રૂપિયા સુધી હશે. સેમસંગ 11 ઓગસ્ટના રોજ બંને ફોન લોન્ચ કરશે. ત્યારબાદ જ કેવિઅરની સત્તાવાર વેબસાઇટ પર આ ફોન વેચવાનું શરૂ કરશે.

Galaxy Z Flip 3 ની Caviar એડિશન
કેવિઅર Galaxy Z Flip 3 ને ત્રણ નવી ડિઝાઇનમાં રજૂ કરશે. પ્રથમ ગોલ્ડન વાયોલેટમાં, બીજો પર્લ રોઝમાં અને ત્રીજો પર્લ બેન્ક્વેટમાં હશે. આ ફોનની કિંમત 46,460 ડોલર (લગભગ 35 લાખ રૂપિયા) રાખવામાં આવી છે. આ ફોનનું નામ CATRINA CALAVERA રાખવામાં આવ્યું છે. ફોનમાં 419 કિંમતી પથ્થર લગાવવામાં આવ્યા છે. ફોનમાં સ્કલ ડિઝાઇન પણ જોવા મળશે. આ કિંમતી પથ્થર ઉપરાંત, હીરા, નીલમ અને સફેદ હોલ્ડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપની તેના 20 યુનિટ તૈયાર કરશે. ક્રેડિટ કાર્ડ, પે પલ, એપલ પે સિવાય તમે બિટકોઇનનો પણ ઉપયોગ ખરીદી માટે કરી શકો છો.

Galaxy Z Fold 3 ની Caviar એડિશન
Galaxy Z Fold 3 ની અલ્ટ્રા પ્રિમિયર એડિશન 3 લુકમાં આવશે. ફોનની બોડીમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનની પાછળ એક સ્કલ બનાવવામાં આવ્યું છે, જેની ખોપરી ટાઇટેનિયમથી બનેલી હશે. સ્કલની આંખમાં રૂબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપની Galaxy Z Fold 3 ના 90 યુનિટ તૈયાર કરશે. કેવિઅર દ્વારા તેની કિંમત 10,770 ડોલર (લગભગ 8 લાખ રૂપિયા) રાખવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news