ભારતમાં 15 નવેમ્બરે લોન્ચ થઈ શકે છે સેમસંગ Galaxy M50 સ્માર્ટફોન

કંપની સેમસંગ ગેલેક્સી M50ને ઓનલાઇનની સાથે ઓફલાઇન માર્કેટમાં પણ લઈને આવશે. મહત્વનું છે કે સેમસંગે જાહેરાત કરી હતી કે, આવનારા દિવસોમાં લોન્ચ થનારા સેમસંગ ગેલેક્સી એમ સિરીઝના સ્માર્ટફોન ઓફલાઇન સ્ટોર પર પણ વેંચાશે.

ભારતમાં 15 નવેમ્બરે લોન્ચ થઈ શકે છે સેમસંગ Galaxy M50 સ્માર્ટફોન

નવી દિલ્હીઃ દક્ષિણ કોરિયાની સ્માર્ટફોન ઉત્પાદન કંપની સેમસંગ ચીનની શાઓમીને ટક્કર આપવાનો પ્રયત્ન કરી રહી છે. આ કારણ છે કે સેમસંગ મિડ રેન્જ સેગમેન્ટમાં પકડ મજબૂત કરવા માટે Galaxy M સિરીઝ લઈને આવ્યું હતું. હવે કંપની આ લાઇનઅપમાં વધુ એક સ્માર્ટફોન  Samsung Galaxy M50  લાવવાની તૈયારી કરી રહી છે. આ કંપનીના Galaxy M40નું અપગ્રેડ વેરિયન્ટ હશે, જેમાં પહેલાથી વધુ સારા ફીચર જોવા મળી શકે છે. ભારતમાં સેમસંગ ગેલેક્સી M50 આ મહિને લોન્ચ કરી શકાય છે. કંપની તરફથી લોન્ચિંગ ડેટની સત્તાવાર જાહેરાત તો થઈ નથી પરંતુ 91mobilesના રિપોર્ટ પ્રમાણે, તેને 15 નવેમ્બરે ભારતમાં લાવી શકાય છે. હાલ Galaxy M સિરીઝની સૌથી પાવરફુલ ડિવાઇસ સેમસંગ ગેલેક્સી એમ40 છે. 

ગેલેક્સી M40ના સ્પેસિફિકેશન્સ
ગેલેક્સી M40મા 6.3 ઇંચ ફુલ એસડી+ઇન્ફિનિટી O ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર મળે છે. ગેલેક્સી એમ40 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજની સાથે આવે છે. આ ફોનમાં 3,500mAh બેટરી આપવામાં આવી છે, જે 15W ફાસ્ટ ચાર્જરને સપોર્ટ કરે છે. કેમેરાની વાત કરીએ તો ફોનમાં 32+5+8 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 8 મેગાપિક્સલનો વાઇડ એન્ગલ અને 5મેગાપિક્સલનો ડેફ્થ સેન્સર પ્રાઇમરી સેન્સર સિવાય આપવામાં આવ્યું છે. ફોનમાં સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 

કંપની સેમસંગ ગેલેક્સી M50ને ઓનલાઇનની સાથે ઓફલાઇન માર્કેટમાં પણ લઈને આવશે. મહત્વનું છે કે સેમસંગે જાહેરાત કરી હતી કે, આવનારા દિવસોમાં લોન્ચ થનારા સેમસંગ ગેલેક્સી એમ સિરીઝના સ્માર્ટફોન ઓફલાઇન સ્ટોર પર પણ વેંચાશે. આ પહેલા જ્યારે કંપનીએ Galaxy M સિરીઝની શરૂઆત કરી હતી, ત્યારે નિર્ણય કર્યો હતો કે આ સિરીઝને એક્સક્લુઝિવ રીતે ઓનલાઇન વેંચાશે. પરંતુ હવે કંપનીએ તેમાં ફેરફાર કર્યો છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news