18 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થશે સેમસંગનો નવો ફોન 'ગેલેક્સી ફોલ્ડ', આ હશે ફીચર્સ

દક્ષિણ કોરિયાની અગ્રણી સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ પોતાના બહુપ્રતિક્ષિત ફોલ્ડેબલ સ્માર્ટફોન- ગેલેક્સી ફોલ્ડ (Galaxy fold) 18-20 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થઇ શકે છે. આ દરમિયાન એપલ પોતાનો આઇફોન 11 (iphone 11) પણ લોન્ચ કરશે. કોરિયાઇ ન્યૂઝ વેબસાઇટ ધ ઇંવેસ્ટરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ સ્માર્ટફોનને સૌથી પહેલાં 26 એપ્રિલના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ ઘણા હેંડસેટોમાં ડિસ્પ્લેની ખરાબીના સમાચાર આવ્યા બાદ કંપનીએ તેને લોન્ચ કરવાની તૈયારી ટાળી દીધી હતી. 
18 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થશે સેમસંગનો નવો ફોન 'ગેલેક્સી ફોલ્ડ', આ હશે ફીચર્સ

સિયોલ: દક્ષિણ કોરિયાની અગ્રણી સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ પોતાના બહુપ્રતિક્ષિત ફોલ્ડેબલ સ્માર્ટફોન- ગેલેક્સી ફોલ્ડ (Galaxy fold) 18-20 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થઇ શકે છે. આ દરમિયાન એપલ પોતાનો આઇફોન 11 (iphone 11) પણ લોન્ચ કરશે. કોરિયાઇ ન્યૂઝ વેબસાઇટ ધ ઇંવેસ્ટરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ સ્માર્ટફોનને સૌથી પહેલાં 26 એપ્રિલના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ ઘણા હેંડસેટોમાં ડિસ્પ્લેની ખરાબીના સમાચાર આવ્યા બાદ કંપનીએ તેને લોન્ચ કરવાની તૈયારી ટાળી દીધી હતી. 

ગેલેક્સી ફોલ્ડનો પ્રોબ્લમ દૂર કરવામાં આવ્યો
આ પહેલાં સએમસંગ ડિસ્પ્લેના ઉપાધ્યક્ષ કિમ સિયોંગ-ચેઓલે પુષ્ટિ કરી હતી કે ગેલેક્સી ફોલ્ડની સમસ્યાને દૂર કરી લેવામાં આવી છે અને હવે આ બજારમાં ઉતરવા માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ડિવાઇસને સૌથી પહેલાં દક્ષિણ કોરિયામાં લોન્ચ કરવામાં આવશે, ત્યારબાદ અમેરિકા, જર્મની, ફ્રાંસ અને બ્રિટનના બજારમાં ઉતારવામાં આવશે. કંપનીએ આ વિશે કોઇ જાણકારી આપી નથી તેને ભારતીય બજારમાં ક્યારે ઉતારવામાં આવશે. આ ડિવાઇસમાં 7.3 ઇંચનો પ્રાઇમરી ફ્લેક્સિબલ એમોલેડ ડિસ્પ્લે છે અને તેની સેકેંડરી સ્ક્રીન 4.6 ઇંચની છે.

સ્માર્ટફોનમાં હશે 512 GB ની સ્ટોરેજ
કંપનીએ પણ કહ્યું કે તે સપ્ટેમ્બરથી સિલેક્ટેડ બજારોમાં ગ્રાહકોને ગેલેક્સી ફોલ્ડ ઉપલબ્ધ કરાવવા માટે અંતિમ ઉત્પાદન ટેસ્ટિંગ કરી રહી છે. આ પ્રીમિયમ સ્માર્ટફોન 7એનએમ ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 855 ઓક્ટાકોર ચિપસેટ સાથે બનાવવામાં આવ્યો છે. તેમાં 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ આપવામાં આવી છે. 

ફોનમાં કુલ 4 કેમેરા
તેમાં 16-12-12 મેગાપિક્સલનો ટ્રિપ્લ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. આ સાથે તેમાં સેલ્ફી કેમેરા 10 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે. સેમસંગ ગેલેક્સી ફોલ્ડ પર કનેક્ટિવિટી વિકલ્પોમાં વાઇફાઇ, જીપીએસ અને યૂએસબી ટાઇપ-સી સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news