ઘરેલૂ મેદાન પર અંતિમ મેચમાં ગુજરાત સામે ટકરાશે યૂ મુંબા, આ ખેલાડીઓ પર રહેશે નજર

પ્રો કબડ્ડી લીગની સાતમી સીઝનની 22મી મેચમાં યૂ મૂંબાની ટીમ પોતાની ઘરેલૂ લીગના અંતિમ મેચમાં ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સ સામે ટકરાશે. યૂ મૂંબા અને ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સ વચ્ચે આ મેચ મુંબઇના સરદાર પટેલ ઇંડોર સ્ટેડિયમમાં શનિવારે ભારતીય સમય અનુસાર સાંજે 8.30 વાગે રમાશે. 
ઘરેલૂ મેદાન પર અંતિમ મેચમાં ગુજરાત સામે ટકરાશે યૂ મુંબા, આ ખેલાડીઓ પર રહેશે નજર

મુંબઇ: પ્રો કબડ્ડી લીગની સાતમી સીઝનની 22મી મેચમાં યૂ મૂંબાની ટીમ પોતાની ઘરેલૂ લીગના અંતિમ મેચમાં ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સ સામે ટકરાશે. યૂ મૂંબા અને ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સ વચ્ચે આ મેચ મુંબઇના સરદાર પટેલ ઇંડોર સ્ટેડિયમમાં શનિવારે ભારતીય સમય અનુસાર સાંજે 8.30 વાગે રમાશે. 

અત્યાર સુધી ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સનું પ્રદર્શ
પ્રો કબડ્ડી લીગમાં અત્યાર સુધી ગુજરાતની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને સતત ત્રણ મેચોમાં જીત નોંધાવી છે. ગુજરાતે શરૂઆતી બે મેચોમાં મોટા અંતરથી જીત મેળવી હતી, પરંતુ ત્રીજી મેચમાં તેને ભારે મહેનત કરવી પડી હતી. પહેલી મેચમાં બેગલુરૂ બુલ્સને 24-24થી હરાવ્યું હતું, તો બીજી મેચમાં યૂપી યોદ્ધાને 44-19 થી માત આપી હતી. ત્રીજી મેચમાં ગુજરાતે દિલ્હીને 31-26થી હરાવ્યું હતું. 

અત્યાર સુધી પ્રો કબડ્ડી 2019માં યૂં મુંબાનું પ્રદર્શન
યૂ મૂંબાની ટીમનું પ્રદર્શન પ્રો કબડ્ડી લીગની સાતમી સીઝનમાં અત્યાર સુધી મિશ્ર રહ્યું છે. યૂ મૂંબાએ અત્યાર સુધી 5 મેચો રમી છે તેમાંથી ત્રણ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ત્રણ મેચ જીતી છે. યૂ મૂંબાની ટીમ અંતિમ બે મેચોમાં બેંગલુરૂ બુલ્સ 3026 અને યૂપી યોદ્ધાને 27-23થી હરાવ્યું હતું. 

બંને ટીમોની આ ખેલાડીઓ પર રહેશે નજર
મુંબઇ દ્વારા રાઇડર્સમાં અભિષેક સિંહ અને રોહિત બાલિયાન પર, જ્યારે ઓલ રાઉન્ડર પર સંદીપ નરવાલ પર બધાની નજર રહેશે. તો બીજી તરફ ગુજરાત તરફથી રાઇડર રોહિત ગૂલિયા અને સચિન તંવર, જ્યારે ડિફેંડરમાં સુનિલ કુમાર અને પરવેશ ભૈંસવાલ પર નજર રહેશે. 

બંને ટીમો આ પ્રકારે છે
ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સની ટીમ
રાઇડર્સ: અભિષેક, અબૂ ફજલ મકશૂદલૂ, ગુરવિંદર સિંહ, હરમનજીત સિંહ, લલિત ચૌધરી, મોરે બી, સચિન તંવર, સોનૂ.
ડિફેંડર: અમિત ખરબ, અંકિત, પ્રવેશ ભૈંસવાલ, સોનૂ ગહલાવત, સુમિત, ઋતુરાજ શિવાજી કોવારી, સુનીલ કુમાર.
ઓલરાઉન્ડર: પંકજ, રોહિત ગૂલિયા, મોહમંદ શાજિદ હોસેન, વિનોદ કુમાર. 

યૂ મૂંબાની ટીમ: 
રાઇડર્સ: અભિષેક સિંહ, અર્જુન ડેસવાલ, અથુલ એમએસ, ડોંગ જેંગ લી, ગૌરવ કુમાર, નવનીત, રોહિત બાલિયાન, વિનોદ કુમાર.
ડિફેંડર: રાજાગુરૂ સુબ્રમણ્યમ, હર્ષ વર્ધન, અનિલ, હરેંદ્વ સિંહ, યોંગ ચેંગ કૂ, ફજલ અત્રાચલી, સુરેંદ્વ સિંહ.
ઓલરાઉન્ડર: અજિંક્ય રોહિદાસ કાપરે, મોહિત બાલિયાન, સંદીપ નરવાલ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news