Republic Day પર મુકેશ અંબાણીની ભેટ! ફ્રીમાં મળી રહ્યો છે 4G ફોન, વધુ ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ

Republic Day ના અવસરે અનેક કંપનીઓ શાનદાર ઓફર લઈને આવી છે. અનેક ફોન કંપનીઓ પોતાના મોંઘા મોંઘા ફોનને સસ્તામાં વેચી રહી છે. જ્યારે ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સને એક શાનદાર ઓફર આપી રહી છે. ફ્રીમાં 4જી ફોન તમે ઘરે લઈ જઈ શકો છો. આ સાથે જ યૂઝરે 2 વર્ષ સુધી કોઈ રિચાર્જ કરવાની જરૂર નથી.

Republic Day પર મુકેશ અંબાણીની ભેટ! ફ્રીમાં મળી રહ્યો છે 4G ફોન, વધુ ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ

Republic Day ના અવસરે અનેક કંપનીઓ શાનદાર ઓફર લઈને આવી છે. અનેક ફોન કંપનીઓ પોતાના મોંઘા મોંઘા ફોનને સસ્તામાં વેચી રહી છે. જ્યારે ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સને એક શાનદાર ઓફર આપી રહી છે. ફ્રીમાં 4જી ફોન તમે ઘરે લઈ જઈ શકો છો. આ સાથે જ યૂઝરે 2 વર્ષ સુધી કોઈ રિચાર્જ કરવાની જરૂર નથી. ફોન મેળવવાની સાથે સાથે અનલિમિટેડ કોલિંગ અને વધુ ડેટા ઓફર કરાઈ રહ્યો છે. આ ધાંસૂ ઓફર વિશે જાણો...

Jio 1,999 Plan Details
જિયોનો 1999 રૂપિયાવાળો પ્લાન એવા લોકો માટે બેસ્ટ છે જે જિયો ફોન ખરીદવા માંગે છે કે પછી એ લોકો માટે કે જેઓ સેન્કન્ડરી ફોન લેવા માંગે છે. આ પ્લાન સાથે જિયો ફોન ફ્રીમાં આપવામાં આવે છે. તથા ફ્રી કોલિંગ અને મેસેજિંગ સુવિધા પણ અપાય છે. આ પ્લાનની વેલિડિટી 2 વર્ષ માટે છે. આ બે વર્ષમાં 48 જીબી ડેટા પણ આપવામાં આવે છે. આ પ્લાનમાં જિયો એપ્સનું એક્સેસ મળે છે. 

Jio 1,499 Plan Details
આ પ્લાન સાથે પણ જિયો ફોન ફ્રીમાં આપવામાં આવે છે. આ પ્લાનમાં એક વર્ષની વેલિડિટી મળે છે. પ્લાનમાં 24જીબી ડેટા ઓફર કરાય છે. આ પ્લાનમાં કોલિંગની સુવિધા પણ મળે છે. પ્લાનમાં જિયો એપ્સનું એક્સેસ પણ મળે છે. 

JioPhone Specs
જિયોફોનમાં 2.4 ઈંચનું ડિસ્પ્લે મળે છે. ફોનમાં ટોર્ચ અને રેડિયો આવે છે. તેમાં કેમેરા, માઈક્રોફોન, સ્પીકર છે. ફોનમાં ફેસબુક, યુટ્યુબ અને વોટ્સએપ જેવી એપ્સ પણ ચલાવી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news