Jio નો 11 મહિના સુધી ચાલનારો ગજબનો Plan! યૂઝર્સને મળશે અનલિમિટેડ કોલિંગ અને ડેટાનો લાભ

અમે જે જિયો પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ તેની કિંમત 895 રૂપિયા છે. આ જિયોફોન પ્લાન છે. એટલે કે જિયોફોન યૂઝર્સ માટે આ પ્લાન આવે છે. આવો આ પ્લાનના બેનિફિટ્સ વિશે જાણીએ. 

Jio નો 11 મહિના સુધી ચાલનારો ગજબનો Plan! યૂઝર્સને મળશે અનલિમિટેડ કોલિંગ અને ડેટાનો લાભ

નવી દિલ્હીઃ Reliance Jio ના પ્લાન્સ ઓછી કિંમતમાં વધુ બેનિફિટ્સ આપવા માટે જાણીતા છે. આજે અમે તમને આવા જિયો પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ, જેમાં 11 મહિનાની વેલિડિટી મળે છે. વેલિડિટી પ્રમાણે તેની કિંમત ખુબ ઓછી છે. અમે જિયોના જે પ્લાન વિશે વાત કરી રહ્યાં છીએ તેની કિંમત 895 રૂપિયા છે. આ જિયોફોનનો પ્લાન છે. એટલે કે જિયોફોન યૂઝર્સ માટે આ પ્લાન આવે છે. જાણો આ પ્લાનના બેનિફિટ્સ વિશે. 

JioPhone 895 Recharge Plan
JioPhone ના 895 રૂપિયાના પ્લાનમાં 336 દિવસની વેલિડિટી મળે છે, એટલે કે 11 મહિના સુધી. તેમાં તમને 28 દિવસની 12 સાઇકલ પ્લાન મળે છે. પ્લાનમાં 28 દિવસ માટે 2 જીબી ડેટા મળે છે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આ પ્લાનમાં યૂઝર્ને 28 દિવસ માટે 50SMS મળે છે. આ સિવાય પ્લાનમાં જિયો એપ્સનું એક્સેસ મળે છે. 

JioPhone 222 Recharge Plan
JioPhone ના 222 રૂપિયાવાળા પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 
100SMS મળે છે. 

JioPhone 186 Recharge Plan
JioPhone ના 186 રૂપિયાવાળા આ પ્લાનમાં પણ તમને 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 1 જીબી ડેટા મળે છે. આ સિવાય અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસની સુવિધા મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news