રિલાયન્સ જિયોના યૂઝર્સને ઝટકો, કંપનીએ બંધ કરી દીધા આ પોપ્યુલર પ્લાન્સ

Reliance Jio સિમ ઉપયોગ કરનાર સબ્સક્રાઇબર્સને હવે તે પ્લાન્સથી રીચાર્જ કરાવવાનો વિકલ્પ મળશે નહીં, જેની સાથે ડિઝ્ની+હોટસ્ટારનું સબ્સક્રિપ્શન મળે છે. કંપનીએ આવા તમામ પ્લાન્સ બંધ કરી દીધા છે. 

રિલાયન્સ જિયોના યૂઝર્સને ઝટકો, કંપનીએ બંધ કરી દીધા આ પોપ્યુલર પ્લાન્સ

નવી દિલ્હીઃ જો તમે રિલાયન્સ જિયોની સેવાનો ઉપયોગ કરો છો અને ફ્રી Disney+Hotstar સબ્સક્રિપ્શનવાલા પ્લાન્સનું રિચાર્જ કરો છો તો તમારા માટે ખરાબ સમાચાર છે. રિલાયન્સ જિયોએ Disney+Hotstar નું સબ્સક્રિપ્શન આપનાર તમામ પ્રીપેડ પ્લાન્સ બંધ કરી દીધા છે. કંપનીએ ઓક્ટોબર મહિનાથી આ ફેરફારની શરૂઆત કરી હતી અને ઘણા પ્લાન્સ બંધ કર્યાં હતા. 

કંપનીએ ઓક્ટોબરમાં 499 રૂપિયા અને 601 રૂપિયાના પ્રીપેડ પ્લાન્સ બંધ કર્યાં હતા. આ સિવાય હવે કંપનીની વેબસાઇટ પર 1499 રૂપિયા અને 4199 રૂપિયાની કિંમતના પ્લાન પણ હટાવી દેવામાં આવ્યા છે, જેની સાથે Disney+Hotstar નું બંડલ્ડ સબ્સક્રિપ્શન મળતું હતું. પરંતુ કંપનીએ આ વિશે કોઈ સત્તાવાર જાણકારી આપી નથી અને ચુપચાપ પ્રીપેડ પ્લાનને હટાવી દીધા છે. 

રિલાયન્સ જિયોએ બંધ કર્યાં બે રિચાર્જ પ્લાન
કંપનીની સત્તાવાર વેબસાઇટ સિવાય થર્ડ-પાર્ટી રીચાર્જ પ્લેટફોર્મ પર પણ સબ્સક્રાઇબર્સને 1499 રૂપિયા અને 4199 રૂપિયાની કિંમતના રિચાર્જ પ્લાનનો વિકલ્પ મળી રહ્યો નથી. પેટીએમ અને એમેઝોન પે જેવા પ્લેટફોર્મ પર પણ આ પ્લાન ન દેખાવાનો અર્થ છે કે કંપનીએ તેને બંધ કરી દીધા છે. ટેલિકોમ ટોલ્ક પ્રમાણે રિલાયન્સ જિયોએ આ પહેલા ઓટીટી સબ્સક્રિપ્શનવાળા નવ પ્લાન્સ બંધ કરી દીધા હતા. 

પોસ્ટપેડ યૂઝર્સને મળી રહ્યો છે વિકલ્પ
જો તમારી પાસે રિલાયન્સ જિયોનું પોસ્ટપેડ સિમ છે તો તમારે નવા ફેરફાર બાદ પરેશાન થવાની જરૂર નથી. જિયો પોસ્ટપેડ સબ્સક્રાઇબર્સને 399 રૂપિયાની કિંમતથી શરૂ મંથલી પ્લાન્સની સાથે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ અને ડિઝ્ની+હોટસ્ટારનું સબ્સક્રિપ્શન હજુ આપવામાં આવી રહ્યું છે. તમે ઈચ્છો તો તમારા પ્રીપેડ જિયો સિમને પોસ્ટપેડમાં બદલી શકો છો. 

અન્ય કંપનીઓ ઓફર કરી રહી છે બંડલ્ડ પ્લાન્સ
રિલાયન્સ જિયોએ ઓટીટી સબ્સક્રિપ્શન આપતા પ્લાન્સને કેમ બંધ કરી દીધા છે, તે હજુ સ્પષ્ટ થયું નથી. જિયોને ટક્કર આપનાર કંપનીઓ હજુ પણ આવા પ્રીપેડ પ્લાન્સ આપી રહી છે, જેની સાથે ફ્રીમાં ડિઝ્ની+હોટસ્ટાર અને બીજી સેવાઓનું સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. તમે ડ્યુઅલ સિમ ફોનનો ઉપયોગ કરો છો તો એરટેલ કે વીઆઈ પ્લાન્સ પસંદ કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news