Reliance Jioની મોટી જાહેરાત, ₹3 હજારથી સસ્તો 4G સ્માર્ટફોન લાવવાની તૈયારી
2G નેટવર્ક યૂઝરો માટે ખુશખબર છે. રિલાયન્સ જીયો જલદી સસ્તો 4G સ્માર્ટફોન લાવશે. જેથી 2G યૂઝર 4G ઇન્ટરનેટ સ્પીડનો આનંદ માણી શકશે. એક રિપોર્ટ પ્રમાણે આ સસ્તો 4G સ્માર્ટફોન 3 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં આવી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો (Reliance Jio) એકવાર ફરી મોટો ધમાકો કરવાની તૈયારીમાં છે. કંપની જલદી 2 થી 3 હજાર રૂપિયાની કિંમતનો 4G સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટ પ્રમાણે મોબાઇલ બનાવનારી વિદેશી અને ભારતીય કંપનીઓ રિલાયન્સ જીયો આ વિશે વાતચીત કરી રહી છે. આ 2G ગ્રાહકો માટે 4G સર્વિસ પર સ્વિચ કરવાની શાનદાર તક હશે.
50 કરોડ યૂઝર બનાવવાનો ટાર્ગેટ
જીયોનો પ્રયત્ન છે કે તે જલદીથી જલદી પોતાના સબ્સક્રાઇબર બેસના આંકડાને 50 કરોડ સુધી પહોંચાડશે. પાછલા વર્ષે ઓગસ્ટમાં થયેલી વાર્ષિક સામાન્ય સભામાં પણ કંપનીએ આ ટાર્ગેટનો ઉલ્લેખ કર્યો હતો. 50 કરોડના આંકડા પર પહોંચવામાં જીયોની સસ્તા 4G સ્માર્ટફોન લાવવાની સ્ટ્રેટિજી ખુબ મદદગાર સાબિત થઈ શકે છે. આ સમયે બીજી કંપનીઓના નેટવર્ક પર 50 કરોડથી વધુ 2G યૂઝરો છે. જીયો આ યૂઝરોને ટાર્ગેટ કરવા ઈચ્છે છે. મહત્વનું છે કે, જીયોના કુલ સબ્સક્રાઇબર્સની સંખ્યા અત્યારે લગભગ 37.5 કરોડ છે.
2Gથી 4G પર શિફ્ટ કરવા માટે જરૂરી
એક સૂત્રએ જણાવ્યું, 'મુશ્કેલીનું કારણ તે છે કે અત્યારે માર્કેટમાં રહેલા 4G LTE સ્માર્ટફોનની કિંમત 5 હજાર રૂપિયાથી ઉપર છે. આ કારણે મોટા ભાગના 2G યૂઝર 4G પર અપગ્રેડ થઈ રહ્યાં નથી. 2G યૂઝરોને 4G પર શિફ્ટ કરવા માટે 2000થી 3000 રૂપિયા વચ્ચે 4G સ્માર્ટફોનની જરૂર પડશે.'
સ્માર્ટફોનમાં આ વાતોનું રાખવું પડશે ધ્યાન
3000 રૂપિયાનો 4G સ્માર્ટફોન સાંભળવામાં ખુબ સારી બેસ્ટ ડીલ લાગી શકે છે, પરંતુ કંપનીએ સસ્તા સ્માર્ટફોનમાં કેટલિક ખાસ વાતોનું ધ્યાન જરૂર રાખવું પડશે. સસ્તા સ્માર્ટફોનથી યૂઝરને ખતરો ન થાય તે માટે તેમાં સારી કેટેગરીના કમ્પોનેન્ટનો ઉપયોગ કરવો જરૂરી છે. બજારમાં ઘણા એવા સ્માર્ટફોન છે જે સસ્તી કિંમતમાં તો આવે છે, પરંતુ તેના પર વિશ્વાસ ન કરી શકાય. જીયો, ભારતની ટોપ કંપનીઓમાંથી એક છે. તેવામાં આશા રાખી શકાય કે કંપનીનો સસ્તો 4G LTE સ્માર્ટફોન પરફોર્મેંસ, બિલ્ડ-ડિપ્સ્લે ક્વોલિટી, બેટરી, કનેક્ટિવિટી અને યૂઝરે સેફ્ટી પ્રમાણે પોતાના સેગમેન્ટમાં સૌથી બેસ્ટ અને અડવાન્સ હશે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે