Jio ની 'NEW YEAR' ગિફ્ટ, 399નું રિચાર્જ કરો અને પાછા મેળવો પુરા પૈસા
Trending Photos
નવી દિલ્હી: ન્યૂ ઇયરની ગિફ્ટ તરીકે જિયોએ પોતાના યૂજર્સ માટે બંપર ડિસ્કાઉન્ટ ઓફર નિકાળી છે. આ શાનદાર ઓફર હેઠળ જો તમે 399 રૂપિયાનું રિચાર્જ કરાવો છો, તો કેશબેકના રૂપમાં તમને એટલા જ પૈસા પરત મળી જશે. આ કેશબેક તમને જિયોની ફેશન રિટેલ વેબસાઇટ AJIO પર ખરીદી માટે મળશે. જિયો યૂજર્સ માટે આ ઓફર 28 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધી ચાલશે.
આ રીતે ઉઠાવો કેશબેકનો ફાયદો
લગભગ 400 રૂપિયાના કેશબેક માટે તમને આગામી એક મહિનાની અંદ પોતાના જિયો પ્લાન 399 રૂપિયાથી રિચાર્જ કરાવવું પડશે. આ કેશબેક પ્લાન ફ્ક્ત 399 રૂપિયાના રિચાર્જ પર જ લાગૂ થશે. જિયો યૂજર્સને 28 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધી 399 રૂપિયાના રિચાર્જ પર આ ઓફર મળશે. AJIO પર ડિસ્કાઉન્ટ કૂપનનો લાભ લેવા માટે યૂજર્સે ઓછામાં ઓછા 1000 રૂપિયા સુધીની ખરીદી કરવી પડશે.
આ રીતે ઉઠાવો ઓફરનો ફાયદો
જો તમે જિયો યૂજર છો તો, તમને સૌથી પહેલાં My Jio એપમાં જઇને તમારા નંબર પર 399 રૂપિયાનું રિચાર્જ કરવું પડશે. ત્યારબાદ તમને 399 રૂપિયાનું ડિસ્કાઉન્ટ કૂપન મળી જશે. તમે આ કૂપનને My Jio એપના My Coupon સેક્શનમાં જોઇ શકો છો. જ્યારે AJIO પર શોપિંગ કરો તો, તે સમયે આ કૂપનનો ઉપયોગ કરી શકો છો. તમને જણાવી દઇએ કે AJIO રિલાયન્સની ફેશન રિટેલ વેબસાઇટ છે. આ વર્ષ 2016માં લોંચ થઇ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે