Jio નો મસમોટો ધડાકો! આ પ્લાન સાથે જિયો ફોન મફત, જાણો જબરદસ્ત ફીચર્સ વિશે 

Reliance Jio પાસે અનેક ધમાકેદાર પ્લાન્સ છે. જિયોના પ્લાન એટલા જબરદસ્ત છે કે અન્ય ટેલિકોમ યૂઝર્સે પોતાના સિમને જિયોમાં પોર્ટ કરાવી લીધા છે. આ પ્લાનના કારણે જ જિયોના ગ્રાહકો સતત વધી રહ્યા છે. જિયો ધમાકેદાર ઓફર લઈને આવ્યું છે અહીં તમે ફ્રીમાં જિયો ફોન મેળવી શકો છો.

Jio નો મસમોટો ધડાકો! આ પ્લાન સાથે જિયો ફોન મફત, જાણો જબરદસ્ત ફીચર્સ વિશે 

નવી દિલ્હી: Reliance Jio પાસે અનેક ધમાકેદાર પ્લાન્સ છે. જિયોના પ્લાન એટલા જબરદસ્ત છે કે અન્ય ટેલિકોમ યૂઝર્સે પોતાના સિમને જિયોમાં પોર્ટ કરાવી લીધા છે. આ પ્લાનના કારણે જ જિયોના ગ્રાહકો સતત વધી રહ્યા છે. જિયો ધમાકેદાર ઓફર લઈને આવ્યું છે અહીં તમે ફ્રીમાં જિયો ફોન મેળવી શકો છો. જિયો ફોનના આ રિચાર્જ  પ્લાન તે લોકો માટે શાનદાર સાબિત થઈ શકે છે જેમને વારંવાર રિચાર્જ કરાવવું મોટી મુસીબત લાગે છે. આવો જાણીએ Jiophone ના આ બે 4જી ફીચર ફોન પ્લાન વિશે...

JioPhone 1,499 રૂપિયાના પ્લાન અને તેના ફાયદા
જિયોએ લોકોને ઓછામાં ઓછા ભાવમાં શાનદાર ફીચર માટે જિયો ફોન પ્લાન રજુ કર્યો હતો. આ પ્લાનમાં યૂઝર ઓછામાં ઓછા ભાવે લાંબા સમય સુધી ફાયદો ઉઠાવી શકે છે. જો તમે 1499 રૂપિયાવાળો પ્લાન લો છો, તો તમને અનલિમિટેડ કોલિંગ, 24જીબી ડેટા અને જિયોની તમામ એપ્સની પણ સુવિધા મળે છે. આ પ્લાન સાથે તમને જિયોફોન ફ્રીમાં મળશે. આ પ્લાનની વેલિડિટી એક વર્ષની છે. 

JioPhone 1,999 રૂપિયાનો પ્લાન અને તેના ફાયદા
જિયોનો 1999 રૂપિયાવાળો પ્લાન લો તો તમને જિયોફોન ફ્રી મળશે. આ સાથે જ બે વર્ષ માટે અનલિમિટેડ કોલિંગ અને 48 જીબી ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 2 વર્ષની છે. જિયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ આ પ્લાનમાં મફત છે. 

Jio का बड़ा धमाका! ये Plan लीजिए और Free में ले जाइए जियो Phone, जानिए शानदार फीचर्स

JioPhone ના સ્પેસિફિકેશન્સ
જિયો ફોન એક ફીચર ફોન છે. તેમાં 2.4 ઈંચ QVGA ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ ફોનમાં 1500mAH બેટરી છે જે 9 કલાક સુધીનો ટોકટાઈમ ઓફર કરે છે. ફોનના સ્ટોરેજને વધારવા માટે 128 જીબી સુધીનો માઈક્રોએસડી કાર્ડ સપોર્ટ મળે છે. ફોનમાં ટોર્ચ લાઈટ, માઈક્રોફોન, સ્પીકર્સ, અને એફએમ રેડિયો આપવામાં આવ્યો છે. જિયો 4જી ફીચર ફોનમાં હિન્દી, અંગ્રેજી સહિત 18 ભાષાઓનો સપોર્ટ મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news