હરે રામ હરે રામ...ભજન કરનારા તુલસી ગાબાર્ડને ડોનાલ્ડ ટ્રમ્પે સોંપી મોટી જવાબદારી, પાકિસ્તાન-ચીનના ઉડશે હોશ!
અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ટીમમાં એક હિન્દુ જાંબાઝ મહિલાને જગ્યા આપી છે. તુલસી ગાબાર્ડને ટ્રમ્પે નેશનલ ઈન્ટેલિજન્સના ડાયરેક્ટર બનાવ્યા છે. પૂર્વ ડેમોક્રેટિક તુલસીએ બાદમાં ટ્રમ્પને સપોર્ટ કર્યો હતો. આવામાં તેમની નિયુક્તિ એક મોટો નિર્ણય કહી શકાય.
Trending Photos
અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ટીમમાં એક હિન્દુ જાંબાઝ મહિલાને જગ્યા આપી છે. તુલસી ગાબાર્ડને ટ્રમ્પે નેશનલ ઈન્ટેલિજન્સના ડાયરેક્ટર બનાવ્યા છે. પૂર્વ ડેમોક્રેટિક તુલસીએ બાદમાં ટ્રમ્પને સપોર્ટ કર્યો હતો. આવામાં તેમની નિયુક્તિ એક મોટો નિર્ણય કહી શકાય. સેનામાં તૈનાત રહેલા તુલસી એક ડેમોક્રેટિક તરીકે 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ ઝંપ લાવ્યું હતું. જો કે નિષ્ફળ રહ્યા. 2022માં તેમણે બાઈડેનની ડેમોક્રેટિક પાર્ટી છોડી દીધી અને ત્યારબાદ તેમણે ટ્રમ્પ માટે કેમ્પેઈનિંગ કર્યું. તેઓ જગ જાહેર હિન્દુ ધર્મનું પાલન કરે છે અને મંચ પરથી રામ નામ પણ ભજે છે.
નામમાં તુલસી કેવી રીતે?
વાત જાણે એમ છે કે તુલસી ગાબાર્ડના માતા હિન્દુ ધર્મનું પાલન કરે છે. જ્યારે પિતા સમોઆથી છે. હિન્દુ ધર્મ સાથે ગાઢ નાતો હોવાને કારણે જ તેમનું નામ તુલસી રાખવામાં આવ્યું. તેઓ સેનામાં હતા ત્યારે ઈરાકમાં તૈનાત રહ્યા હતા.
સોશિયલ મીડિયા પર ઘણા સમયથી ચર્ચા હતી કે ટ્રમ્પની જીત બાદ તેમને મોટી જવાબદારી સોંપાઈ શકાય છે. જાહેરાત બાદ તેમણે ટ્રમ્પનો આભાર પણ વ્યક્ત કર્યો.
Thank you, @realDonaldTrump, for the opportunity to serve as a member of your cabinet to defend the safety, security and freedom of the American people. I look forward to getting to work. pic.twitter.com/YHhhzY0lNp
— Tulsi Gabbard 🌺 (@TulsiGabbard) November 13, 2024
માથા પર તિલક અને મુખેથી રામ નામ
તુલસી ગાબાર્ડ માથા પર તિલક લગાવે છે અને હાલમાં ઈસ્કોન મંદિરના કાર્યક્રમમાં પણ સામેલ થયા હતા. તે સમયે તેમણે હિન્દીમાં જયકાર કર્યો હતો. બાદમાં હરે રામ હરે રામ રામ રામ હરે હરે...ભજન પણ ગાયું હતું. બે દિવસ પહેલા તુલસીએ એક વીડિયો શેર કરતા લખ્યું હતું કે હું 21 વર્ષથી સોલ્જર છું અને હાલ આર્મી રિઝર્વમાં લેફ્ટેનન્ટ કર્નલ તરીકે સેવા આપું છું.
ભારતવંશી નથી તુલસી
તેમનું નામ જાણીને તમને કન્ફ્યુઝન જરૂર થતું હશે અને ઘણા લોકો તેમને ભારતીય મૂળના માની લે છે. કારણ કે તેમનું નામ હિન્દુ છે. ગાબાર્ડનું જો કે ભારત સાથે કોઈ કનેક્શન નથી. તેમની માતાએ હિન્દુ ધર્મ અપનાવ્યો હતો અને હવે તુલસી હિન્દુ ધર્મનું પાલન કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે