જિયોની 90 દિવસની વેલિડિટી સાથે ધમાકેદાર ઓફર, મળશે 180GB ડેટા અને અન્ય લાભ

રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકો માટે શાનદાર રિચાર્જ પ્લાન લઈને આવ્યું છે. કંપનીએ યૂઝર્સ માટે 90 દિવસની વેલિડિટી સાથે ધમાકેદાર પ્રીપેડ પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં કંપની તમને કુલ 180 જીબી ડેટા ઓફર કરી રહી છે.
 

જિયોની 90 દિવસની વેલિડિટી સાથે ધમાકેદાર ઓફર, મળશે  180GB ડેટા અને અન્ય લાભ

નવી દિલ્હીઃ Reliance Jio 90 Days Validity Prepaid Recharge Plans: ટેલીકોમ સેક્ટરની નંબર એક કંપની રિલાયન્સ જિયોની પાસે દરેક પ્રકારના રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. જો તમે પણ વારંવાર રિચાર્જની ઝંઝટથી થાકી ગયા છો તો કંપનીના લોન્ગ ટર્મ વેલિડિટીવાળા રિચાર્જ પ્લાનનો ફાયદો ઉઠાવી શકો છો. જિયોના લિસ્ટમાં એવા ઘણા પ્લાન હાજર ચે, જેમાં તમને એક મહિનાથી વધુની વેલિડિટી ઓફર કરવામાં આવે છે. આજે અમે જિયોના જે રિચાર્જ પ્લાનની જાણકારી આપવાના છીએ જેમાં લાંબી વેલિડિટીની સાથે તમને 180GB ડેટા પણ ઓફર કરી શકે છે. 

જિયોના ઘણા એવા યૂઝર્સ છે જે લાંબી વેલિડિટીવાળા પ્લાન્સને ખુબ પસંદ કરે છે. જિયોની પાસે 56 દિવસ, 84 દિવસ, 90 દિવસ અને 365 દિવસના ઘણા રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. જો તમે વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો તમે પણ આ પ્લાનનો ફાયદો ઉઠાવી શકો છો. જિયોના લિસ્ટમાં 90 દિવસની વેલિડિટીવાળા સસ્તા પ્લાન હાજર છે, જેમાં તમને શાનદાર બેનિફિટ્સ મળે છે. 

જિયોના આ પ્લાનમાં ગજબની ઓફર્સ
જિયોના 90 ડેવાળા રિચાર્જ પ્લાન્સમાં તમને ઘણા ફાયદા મળે છે. સૌથી મોટા ફાયદાની વાત છે કે તમને તેમાં ત્રણ મહિના એટલે કે 90 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં તમને કુલ 180 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. તમે દરરોજ 2જીબી ડેટાનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે 90 દિવસ સુધી દરેક નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગનો લાભ લઈ શકો છો. આ પ્લાન માટે તમારે 749 રૂપિયા ખર્ચ કરવા પડશે. 

OTT સ્ટ્રીમિંગની મજા
જિયોના 749 રૂપિયાવાળા પ્લાનના બીજા બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં કંપની દરરોજ 100 SMS પણ ઓફર કરે છે. જો તમે ઓટીટી સ્ટ્રીમિંગ ઈચ્છો તો તમને જિયો સિનેમાનો લાભ મળે છે. આ સાથે જિયો ટીવી અને જિયો ક્લાઉડનું પણ ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. જિયોના આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ 5જી ડેટાનો પણ લાભ મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news