દેશમાં સૌથી વધુ વાઘ ધરાવે છે આ રાજ્ય, જાળવી રાખ્યો ટાઈગર સ્ટેટ ઓફ ઇન્ડિયાનો દરજ્જો

Tiger State MP: નવી વાઘ ગણનાના આંકડામાં 785 વાઘ સાથે મધ્યપ્રદેશ દેશનું સૌથી વધારે વાઘ ધરાવતું રાજ્ય રહ્યું છે. તે મધ્યપ્રદેશની વાઘની સંરક્ષણ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સ્થાનિક સમુદાયોની ભાગીદારી સાથે ગહન સંરક્ષણ અને દેખરેખથી સંભવ થઈ શક્યું છે.

દેશમાં સૌથી વધુ વાઘ ધરાવે છે આ રાજ્ય, જાળવી રાખ્યો ટાઈગર સ્ટેટ ઓફ ઇન્ડિયાનો દરજ્જો

Tiger State Report 2022: કેન્દ્ર સરકારે વાઘ ગણનાના આંકડા જાહેર કર્યા છે. મધ્યપ્રદેશ 785 વાઘ સાથે દેશનું પ્રથમ ક્રમનું રાજ્ય રહ્યું છે. એ કારણે મધ્યપ્રદેશે પોતાનો ટાઈગર સ્ટેટનો દરજ્જો જાળવી રાખ્યો છે. બીજા નંબરે કર્ણાટક રહ્યું છે. કર્ણાટકમાં વાઘની સંખ્યા 563 છે, જ્યારે ઉતરાખંડમાં 560 અને મહારાષ્ટ્રમાં 444 વાઘ રહે છે. કેન્દ્રએ વાઘ ગણના 2022ના રાજ્યવાર આંકડા જાહેર કર્યાં છે. 

નવી વાઘ ગણનાના આંકડામાં 785 વાઘ સાથે મધ્યપ્રદેશ દેશનું સૌથી વધારે વાઘ ધરાવતું રાજ્ય રહ્યું છે. તે મધ્યપ્રદેશની વાઘની સંરક્ષણ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સ્થાનિક સમુદાયોની ભાગીદારી સાથે ગહન સંરક્ષણ અને દેખરેખથી સંભવ થઈ શક્યું છે. રાજ્યમાં વાઘની સંખ્યા 526થી વધીને 785 થઈ ગઈ છે. જે વિશ્વની 14 ટકાથી વધુ જ્યારે ભારતની 21 ટકાથી વધુ વાઘની વસ્તી ધરાવતું રાજ્ય બન્યું છે. 

શિવ શેખર શુક્લા(આઈએએસ), પ્રવાસન અને સંસ્કૃતિ વિભાગના અગ્ર સચિવ અને એમપી ટુરિઝમ બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર જણાવ્યું હતું કે, રાજ્યમાં વાઈલ્ડલાઈફએ પ્રવાસનનું એક મહત્વનું પાસું છે. રાજ્યએ 785 વાઘ સાથે સતત બીજીવાર ટાઈગર સ્ટેટ ઓફ ઇન્ડિયોનો દરજ્જો જાળવી રાખ્યો છે. સતત વધી રહેલા વાઘ રાજ્યમાં પ્રવાસનને વેગ આપી રહ્યો છે. સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ રાજ્યની મુલાકાત લઈ રહ્યાં છે અને વાઈલ્ડલાઈફને એક્સપ્લોર કરી રહ્યા છે. 

શિવ શેખર શુક્લાએ જણાવ્યું વધુમાં જણાવ્યું હતું કે સતત વધી રહેલ પ્રવાસીઓને ધ્યાનમાં રાખતા એમપી ટુરિઝમ બોર્ડ રાજ્યમાં હોટલ્સ, રિઝોર્ટ્સ, હોમસ્ટે જેવી પાયાની સવલતો પુરી પાડવા સતત કાર્ય કરી રહી છે, જેના કારણે સ્થાનિક સમુદાયોની આર્થિક સ્થિતિ સુધરી રહી છે, અને તેઓને રોજગારી પણ મળી રહી છે.

દેશમાં સતત વધી રહી છે વાઘની સંખ્યા
કેન્દ્રએ 2022ના વાઘ ગણનાના આંકડા જાહેર કર્યા છે જેના આધારે દેશમાં વાઘની સંખ્યાં સતત વધી રહી છે. 2006માં દેશ કુલ 1411 વાઘ હતા, જે આંકડા એક ચિંતાજનક સ્થિતિ દર્શાવવા હતા. ત્યાર બાદ 2010માં 1706, 2014માં 2226, 2018માં 2967 અને 2022માં 3682 વાઘ થયા છે. 

મધ્યપ્રદેશમાં ચાર વર્ષમાં 259 વાઘની સંખ્યા વધી 
2006માં વાઘ સંરક્ષણ પ્રયાસોને પ્રોત્સાહિત કરાયા હતા. ત્યાર પછી સતત વાઘની સંખ્યા વઘી રહી છે. 2014માં મધ્યપ્રદેશમાં 308 વાઘ હતા અને 2018માં તે વધીને 526 થઈ હતી, કેન્દ્રએ તાજેતરમાં જાહેર કરેલ આંકડા મુજબ 2022માં મધ્યપ્રદેશમાં 785 વાઘ થયા છે, જે ગત જાહેર કરાયેલ આંકડા કરતા વધુ છે. મધ્યપ્રદેશમાં છેલ્લા ચાર વર્ષમાં 259 વાઘ વધ્યા છે. 

પ્રવાસનની દ્રષ્ટિએ
મધ્યપ્રદેશમાં સતત વધી રહેલ વાઘને કારણે, સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ રાજ્યમાં સતત વધી રહ્યાં છે. જે લોકો વાઈલ્ડલાઈફને એક્સપ્લોર કરવામાં માંગે છે તેઓની પ્રથમ પસંદ મધ્યપ્રદેશ બની રહ્યું છે. દેશમાં ટાઈગરની સૌથી વધુ ડેન્ટસિટી માટે પ્રખ્યાત ટાઈગર રિઝર્વ બાંધવગઢ છે. જે વાઇટ ટાઈગરની જન્મભૂમિ પણ છે. ગત વર્ષે અંદાજે 25 લાખથી વધુ લોકો મધ્યપ્રદેશના વાઈલ્ડલાઈફની મુલાકાત લીધી હતી. હાલ બાંધવગઢમાં 135, જ્યારે કાન્હામાં 105 વાઘ છે જે પ્રવાસીઓમાં એક મુખ્ય આકર્ષણ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news