Jio 598 vs Airtel 598: બેનિફિટ્સ અને વેલિડિટીમાં મોટો તફાવત, જાણો ક્યાં પ્લાનમાં થશે ફાયદો
Reliance Jio vs Airtel Prepaid Plans: આ Reliance Jio Plan ની સાથે યૂઝરને દરરોજ 2 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. સાથે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા અને દરરોજ 100 એસએમએસ આપવામાં આવે છે. આ જીયો પ્લાન 56 દિવસની વેલિડિટી સાથે આવે છે, તેનો મતલબ તે થયો કે પ્લાનમાં કુલ 112GB ડેટા મળે છે.
Trending Photos
નવી દિલ્હીઃ Reliance Jio vs Airtel Plans: 600 રૂપિયાથી ઓછા બજેટમાં તમે તમારા માટે એક શાનદાર પ્લાન શોધી રહ્યાં છે જે તમને ડેટા અને ફ્રી કોલિંગની સાથે અન્ય બેનિફિટ્સ પણ ઓફર કરે તો આ સમાચાર તમારા માટે છે. અમે આજે તમારી સુવિધા માટે 598 રૂપિયાની કિંમત વાળા જીયો અને એરટેલના પ્લાનની તુલના એકબીજા સાથે કરી છે. આવો જાણીએ બેનિફિટ્સ અને વેલિડિટીના મામલામાં ક્યો પ્લાન આપે છે વધુ ફાયદો....
Jio 598 Plan
આ Reliance Jio Plan ની સાથે યૂઝરને દરરોજ 2 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. સાથે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા અને દરરોજ 100 એસએમએસ આપવામાં આવે છે. આ જીયો પ્લાન 56 દિવસની વેલિડિટી સાથે આવે છે, તેનો મતલબ તે થયો કે પ્લાનમાં કુલ 112GB ડેટા મળે છે.
આ પણ વાંચોઃ સસ્તો 5G Smartphone લેવાનું વિચારો છો, તો મીડિયાટેક DIMENSITY 700 પ્રોસેસર સાથે આ ફોન થયો લોન્ચ
શું છે આ Jio Prepaid Plan માં ખાસ?
600 રૂપિયાથી ઓછી કિંમતમાં મળનાર આ જીયો પ્લાનની સાથે યૂઝર્સને કોઈ વધારાના પૈસા ખર્ચ કર્યા વગર 1 વર્ષની વેલિડિટી સાથે 399 રૂપિયાની કિંમત વાળો Disney+ Hotstar નો બેનિફિટ મળે છે. તેનો મતલબ તે થયો કે આ પ્લાનની સાથે તમને 399 રૂપિયાની બચત થઈ છે. સાથે Jio Cinema સિનેમા સહિત અન્ય જીયો એપ્સનું ફ્રી એક્સેસ મળે છે.
Airtel 598 Plan: 600 રૂપિયાથી ઓછી કિંમતમાં મળી રહેલ Airtel Plan ની સાથે યૂઝરને દરરોજ 1.5 જીબી ડેટા, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા અને દરરોજ 100 SMS આપવામાં આવે છે. આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે, તેનો મતલબ થયો કે આ પ્લાનમાં યૂઝર્સને કુલ 126GB જીબી ડેટા મળશે.
બીજુ શું છે આ Airtel Prepaid Plan માં ખાસ?
આ પ્લાનમાં એક કે બે નહીં પરંતુ 6 બેનિફિટ્સ ઓફર કરવામાં આવે છે, 30 દિવસ માટે Amazon Prime Video મોબાઇલ એડિશન ફ્રી ટ્રાયલ, ફ્રી હેલોટ્યૂન, Airtel Xstream Premium, વિંક મ્યૂઝિક, 1 વર્ષની વેલિડિટી સાથે Shaw Academy નો ફ્રી ઓનલાઇન કોર્સ અને FasTag ની ખરીદી પર 100 રૂપિયા કેશબેક મળશે.
શું છે બન્ને પ્લાન્સમાં અંતર?
ડેટાની વાત કરીએ તો જીયોના પ્લાનમાં એરટેલની તુલનાએ વધુ ડેટા આપવામાં આવે છે પરંતુ વેલિડિટીના મામલામાં એરટેલ જીયોથી આગળ છે. જીયોના પ્લાનમાં 56 દિવસ તો એરટેલના પ્લાનમાં 84 દિવસની વેલિડિટી છે. જીયો દરરોજ 2 તો એરટેલ 1.5 જીબી ડેટા આપે છે. હવે તે યૂઝર પર નિર્ભર કરે છે કે તે વધુ વેલિડિટી ઈચ્છે છે કે પછી દરરોજ મળનાર ડેટા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે