મુકેશ અંબાણીનો નવો પ્લાન, લોન્ચ થઈ શકે છે Jio Smart TV,નવા OS પર થઈ રહ્યું છે કામ

રિલાયન્સ જિયો ઓછા બજેટમાં સ્માર્ટ ટીવી માટે એક નવી ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરી રહ્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે કંપની જિયો ટીવી ઓએસ ડેવલોપ કરી રહી છે, જે એન્ડ્રોયડ બેસ્ડ હશે. કંપની આ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા ઘરેલુ અને નાના મેન્યુફેક્ચર્સને ટાર્ગેટ કરી રહી છે. કંપની જિયોની બ્રાન્ડિંગવાળા એન્ટ્રી લેવલ ટીવી પણ લોન્ચ કરી શકે છે. 

મુકેશ અંબાણીનો નવો પ્લાન, લોન્ચ થઈ શકે છે Jio Smart TV,નવા OS પર થઈ રહ્યું છે કામ

નવી દિલ્હીઃ Reliance જલ્દી એક નવા સેગમેન્ટમાં એન્ટ્રી કરી શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે કંપની પોતાની નવી ટીવી ઓપરેટિંગ સિસ્ટમ Jio Smart TV ઓએસ ને ટેસ્ટ કરી રહી છે. આ ઓપરેટિંગ સિસ્ટમ ગૂગલના એન્ડ્રોયડ ઓપરેટિંગ સિસ્ટમ પર બેસ્ડ હશે, જેનો સીધો મુકાબલો સેમસંગના Tizen OS અને LG WebOS થી થશે.

ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે કંપની ગૂગલની સાથે પોતાની પાર્ટનરશિપમાં જિયો ટીવી ઓએસને ટેસ્ટ કરી રહી છે. આ સ્માર્ટ ટીવી પ્લેટફોર્મ દ્વારા રિલાયન્સ ડોમેસ્ટિક ટીવી મેન્યુફેક્ચર્સને ટાર્ગેટ કરી રહી છે. ખાસ કરી નાના પ્લેટર્સને, જેની સંખ્યા ભારતમાં ઝડપથી વધી રહી છે. 

JioTV OS થી રિલાયન્સને શું મળશે?
રિપોર્ટ પ્રમાણે કંપનીના એક એક્ઝિક્યુટિવે જણાવ્યું કે JioTV OS એક ઓપન સોર્સ પ્લેટફોર્મ હશે, જે ડેવલોપર્સને સ્માર્ટ ટીવી અને બીજી કનેક્ટેડ ડિવાઇસ માટે ઓપ્ટમાઇઝ એપ્સ તૈયાર કરી આપશે. આ પ્લેટફોર્મ માટે સારી એપ ઇકોસિસ્ટમ મળશે.

આ સિવાય જિયો ટીવી ઓએસ માટે કંપની કોઈ લાયસન્સ ચાર્જ લેશે નહીં (રિપોર્ટ પ્રમાણે). નાના મેન્યુફેક્ચર્સ તેના કારણે જિયો ટીવી ઓએસ સરળતાથી લઈ શકે છે. આ કારણે ભારતીય સ્માર્ટ ટીવી માર્કેટમાં સ્પર્ધા ઝડપથી વધશે.

એક અન્ય એક્ઝિક્યુટિવે ઈકોનોમિક ટાઇમ્સને જણાવ્યું કે લાયસન્સ ફી ન લેવાને કારણે જિયો ટીવી ઓએસ ઝડપથી પોપ્યુલર થશે. તેમણે કહ્યું- સેમસંગ અને એલજી જેવા મેન્યુફેક્ચર્સ પાસે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ છે, જે ઓએસ પર કામ કરશે નહીં. રિલાયન્સ ઘરેલુ અને નાની બ્રાન્ડ્સની સાથે એગ્રીમેન્ટ કરવા ઈચ્છે છે. 

લોન્ચ કરશે સસ્તી સ્માર્ટ ટીવી
રિલાયન્સ પોતાના જિયો ટીવી ઓએસની સાથે જિયોસિનેમાને પણ પ્રમોટ કરવા ઈચ્છે છે. તેની મદદથી કંપની રેવેન્યૂ જનરેટ કરી શકશે અને તેને જિયો બ્રોડબેન્ડ સબ્સક્રિપ્શન સાથે જોડી શકે છે. ઓપરેટિંગ સિસ્ટમની સાથે રિલાયન્સ જિયોની બ્રાન્ડિંગવાળા ટીવી લોન્ચ કરી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news