મુકેશ અંબાણી માર્કેટમાં કરશે ધડાકો! હવે કંઈક નવું જ વિચાર્યું, લોન્ચ કરી શકે છે Smart TV
Jio TV OS: રિલાયન્સ ઓછા બજેટવાળા સ્માર્ટ ટીવી માટે નવી ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરી રહી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો કંપની Jio TV OS વિકસાવી રહી છે, જે એન્ડ્રોઇડ પર આધારિત હશે. કંપની આ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા સ્થાનિક અને નાના ઉત્પાદકોને ટાર્ગેટ કરી રહી છે. કંપની Jio બ્રાન્ડિંગ સાથે એન્ટ્રી લેવલ ટીવીને પણ લોન્ચ કરી શકે છે.
Trending Photos
Reliance ટૂંક સમયમાં નવા સેગમેન્ટમાં પ્રવેશ કરી શકે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો કંપની તેની ટીવી ઓપરેટિંગ સિસ્ટમ Jio TV OSનું ટેસ્ટિંગ કરી રહી છે. આ ઓપરેટિંગ સિસ્ટમ ગૂગલની એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત હશે, જેનો સીધો મુકાબલો સેમસંગના Tizen OS અને LG WebOS સાથે હશે.
ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, કંપની Google સાથે તેની ભાગીદારીમાં Jio TV OSને ટેસ્ટ કરી રહી છે. રિલાયન્સ આ સ્માર્ટ ટીવી પ્લેટફોર્મ દ્વારા સ્થાનિક ટીવી ઉત્પાદકોને ટાર્ગેટ કરી રહી છે. ખાસ કરીને નાના ખેલાડીઓ જેમની સંખ્યા ભારતમાં ઝડપથી વધી રહી છે.
JioTV OSથી રિલાયંસને શું મળશે?
રિપોર્ટનું માનીએ તો, કંપનીના એક એક્ઝીક્યૂટિવે જણાવ્યું હતું કે Jio TV OS એક ઓપન સોર્સ પ્લેટફોર્મ હશે, જે ડેવલપર્સને સ્માર્ટ ટીવી અને બીજા કનેક્ટેટ ડિવાઈસેસ માટે ઓપ્ટમાઈઝ એપ તૈયાર કરવા દેશે. તેનાથી પ્લેટફોર્મ માટે વધુ સારી એપ ઇકોસિસ્ટમ પ્રદાન કરશે.
આ સિવાય Jio TV OS માટે કપંની કોઈ લાઇસન્સ ફી વસૂલશે નહીં. આ કારણે નાના ઉત્પાદકો સરળતાથી Jio TV OS અપનાવી શકે છે. આ કારણે ભારતીય સ્માર્ટ ટીવી માર્કેટમાં સ્પર્ધા ઝડપથી વધશે. અન્ય એક એક્ઝિક્યુટિવે ઈકોનોમિક ટાઈમ્સને જણાવ્યું કે લાઈસન્સ ફી નહીં હોવાના કારણે Jio TV OS વધુને વધુ લોકપ્રિય થશે. તેમણે કહ્યું, 'સેમસંગ અને એલજી જેવા ઉત્પાદકોની પોતાની ઓપરેટિંગ સિસ્ટમ છે, જે આ OS પર નહીં આવે. રિલાયન્સ સ્થાનિક અને નાની બ્રાન્ડ સાથે કરાર કરવા માંગે છે.
સસ્તા સ્માર્ટ ટીવી લોન્ચ કરશે
રિલાયન્સ પોતાના Jio TV OS સાથે JioCinema ને પણ પ્રમોટ કરવા માંગે છે. તેની મદદથી કંપની રેવન્યુ જનરેટ કરી શકશે અને તેને Jio બ્રોડબેન્ડ સબસ્ક્રિપ્શન સાથે જોડી શકશે. ઓપરેટિંગ સિસ્ટમની સાથે રિલાયન્સ Jio બ્રાન્ડિંગ સાથે સ્માર્ટ ટીવી પણ લોન્ચ કરી શકે છે.
કંપની એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં Jioના સ્માર્ટ ટીવીને લોન્ચ કરી શકે છે. રિલાયન્સના આ કદમની માહિતી એવા સમયે સામે આવી છે જ્યારે ભારતમાં એકંદર ટીવી શિપમેન્ટમાં ઘટાડો થયો છે. જો કે, મોટી સ્ક્રીન સાઇઝના સેગમેન્ટમાં એટલે કે 55-ઇંચ અને તેનાથી વધુ સ્ક્રીન સાઇઝમાં વૃદ્ધિ નોંધવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે