દમદાર ચાર્જર સાથે લોન્ચ થશે આ સ્માર્ટફોન, ચા બનતાં પહેલાં ચાર્જ થઇ જશે ફોન
240W smartphone charging: તમે 67, 100, 120, 150 અને અંતમાં 200Wના ચાર્જર સાથે આવતા ફોન તો જોયા હશે. પરંતુ રિયલમી લાવી રહ્યું છે 240Wનું એક્સટ્રીમલી સુપરફાસ્ટ ચાર્જર. આ શક્તિશાળી ચાર્જર ફોનને આશરે 15-19 મિનિટમાં ફુલ ચાર્જ કરી દે તેવું અનુમાન છે.
Trending Photos
realme gt neo 5: છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટફોનનું માર્કેટમાં ધરખમ ફેરફાર જોવા મળ્યો છે. કેમેરા કે ડિસ્પ્લેની વાત હોય, બેટરીની હોય કે ફાસ્ટ ચાર્જિંગ ફીચરની વાત હોય, નવા ફેરફારો દિવસેને દિવસે બદલી રહ્યાં છે. Apple અને Samsung જેવા મોટા સ્માર્ટફોન બ્રાન્ડ્સે તેમના કેટલાક સ્માર્ટફોન સાથે ચાર્જર આપવાનું બંધ કરી દીધું છે. તે જ સમયે, ચીની કંપની Realme આ દિશામાં સતત મોટા પગલા લઈ રહી છે. Realmeએ 240W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવતા નવા ફ્લેગશિપ ફોનની જાહેરાત કરી છે.
Realmeના આગામી ફ્લેગશિપ ફોનની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. કંપનીએ કન્ફર્મ કર્યું છે કે 2023માં આવનાર ફ્લેગશિપ ફોનમાં અધધધ 240W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે. ફોનમાં USB Type-C પોર્ટ આપવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો: ભારતના એવા માર્કેટ જ્યાં ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે ગરમ કપડાં
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
Realme દાવો કરે છે કે ફોનને 200W કરતાં વધુ પાવર પર 1600થી વધુ ચાર્જ સાયકલ પર ચાર્જ કરી શકાય છે. આ સાથે, કંપનીનું કહેવું છે કે 240W ચાર્જિંગ ટેક્નોલોજી 85 ડિગ્રી ઊંચા તાપમાન અને 85 ટકા ભેજ પર પણ કામ કરશે.
આ પણ વાંચો: પ્રિયતમા સાથે જાવ કે પરિવાર સાથે...પણ જવાનું ચૂકતા નહી, ગજબના છે આ પિકનિક સ્પોટ
આ પણ વાંચો: અહીં સસ્તામાં મળી જશે લેટેસ્ટ ફેશનના કપડાં, લગ્ન હોય તો અહીં જવાનું ચૂકતા નહી
આ પણ વાંચો: રહસ્યમય મંદિરની ખૌફનાક કહાની: શાપિત કિરાડૂ મંદિરમાં સાંજ પછી જતા ડરે છે લોકો
આ પણ વાંચો: 'ઉજડે ચમન' કોઇ કહે તે પહેલાં અપનાવો આ ટિપ્સ, કાળા અને લાંબા થશે વાળ
કંપની મુજબ Realmeના ફ્લેગશિપ સ્માર્ટફોનને 240W ફાસ્ટ ચાર્જિંગ સાથે લોન્ચ કરવામાં આવશે. તેને 98.7 ટકા પાવર કન્વર્ઝન રેટ મળશે. જોકે, બ્રાન્ડે હજુ સુધી 0થી 100 ટકા ચાર્જ સમય જાહેર કર્યો નથી. પરંતુ ચોક્કસપણે તે Realme GT Neo 3માં આપવામાં આવેલી 150W ફાસ્ટ ચાર્જિંગ સ્પીડ કરતાં વધુ ઝડપી હશે. Realme GT Neo 3ની બેટરી સંપૂર્ણ ચાર્જ થવામાં 20 મિનિટથી ઓછો સમય લે છે. તો એવો અંદાજો લગાવવામાં આલી રહ્યો છે કે 240 વોટ સાથે ફોન 15-19 મિનિટની આસપાસ ચાર્જ થઈ જશે.
આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: Hair Care: નાની ઉંમરમાં જ વાળ થઈ ગયા છે સફેદ તો આ ઘરેલું ઉપાયો અજમાવો
આ પણ વાંચો: Good News: ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર, હવે સીધી મળશે કાયમી નોકરી
240W ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને લઈને સલામતીની ચિંતા પણ છે અને Realme એ પુષ્ટિ કરી છે કે ડિવાઈસ ફાયરપ્રૂફ મટીરિયલનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. ફોનમાં 13 રીયલ-ટાઇમ ટેમ્પરેચર સેન્સર આપવામાં આવશે. આ સિવાય તેમાં ગ્રાફીન ફેઝ-ચેન્જ કૂલિંગ મટિરિયલ પણ હશે.
OnePlus 11 તાજેતરમાં 100W ચાર્જિંગ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. તેથી, 240W ફાસ્ટ ચાર્જિંગ સાથેનો Realme ફ્લેગશિપ ફોન પણ ટૂંક સમયમાં લોન્ચ થવાની અપેક્ષા છે. આગામી ફ્લેગશિપ ફોનમાં Snapdragon 8 Gen 2 પ્રોસેસર હોઈ શકે છે. આપને જણાવી દઈએ કે iQOO 11 ટૂંક સમયમાં 120W ચાર્જિંગ સાથે લોન્ચ કરવામાં આવશે.
આ પણ વાંચો: માત્ર 599 રૂપિયામાં ખરીદો આ બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન, મળશે 5000mAhની બેટરી
આ પણ વાંચો: Sara Ali Khan Oops Moment: સારાએ પેન્ટને માંડ માંડ સંભાળીને હાલતી પકડી, જુઓ વિડીયો
આ પણ વાંચો: Hastrekha Shastra: જાણો આપની જીવન રેખા કેટલું આયુષ્ય જણાવી રહી છે ? 60,70,કે 100?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે