Realme ની Dizo બ્રાંડ લાવી 2 શાનદાર સ્માર્ટવોચ, જીમ જાવ કે દોડપકડ કરો બધી વાતનું રાખશે ધ્યાન!
રિચલમીની Dizo બ્રાંડે 2 સ્માર્ટવોચ લોન્ચ કરી, AMOLED સ્ક્રિન સાથે મળશે અનેક શાનદાર ફીચર્સ.
Trending Photos
નવી દિલ્હીઃ લોકોમાં દિવસેને દિવસે સ્માર્ટવોચનો ક્રેઝ વધી રહ્યો છે. તેવામાં રિયલમી ટેકલાઈફ ઈકોસિસ્ટની Dizo બ્રાંડે એક સાથે 2 સ્માર્ટવોચ લોન્ચ કરી. જેનું નામ છે DIZO Watch D Talk અને DIZO Watch R Talk. બંને વોચને ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. બંને સ્માર્ટવોચની શું છે ખાસિયત આવો જાણીએ.
DIZO Watch R Talk અને DIZO Watch D Talkની કિંમત-
DIZO Watch R Talk બે કલર ઓપ્શન ગ્લોસી બ્લેક અને સ્લીક સિલ્વરમાં લોન્ચ કરવામાં આવી છે. તેની કિંમત 4,999 રૂપિયા રાખવામાં આવી છે, પરંતુ પ્રથમ સેલ દરમિયાન તેને 3,799 રૂપિયાની ખાસ કિંમતે ખરીદી શકાય છે. તે જ સમયે, DIZO Watch D Talk ક્લાસિક બ્લેક, સિલ્વર ગ્રે અને લાઇટ ગ્રીન કલરમાં આવે છે. તેની કિંમત 3,999 રૂપિયા રાખવામાં આવી છે. પ્રથમ સેલ દરમિયાન, વોચ ડી ટોક રૂ. 2,799ની વિશેષ કિંમતે ખરીદી શકાય છે. DIZO Watch R Talk 13 સપ્ટેમ્બરથી અને DIZO Watch D Talk 16 સપ્ટેમ્બરથી Flipkart પરથી ખરીદી શકાશે.
DIZO Watch R Talkના સ્પેસિફિકેશન્સ-
DIZO Watch R Talkને રાઉન્ડ શેપમાં લોન્ચ કરવામાં આવી છે. તેમાં 1.3-ઈંચની AMOLED ડિસ્પ્લે છે. ડિસ્પ્લેમાં 392 PPI સાથે 360x360 પિક્સેલનું રિઝોલ્યુશન અને 500 nitsની બ્રાઇટનેસ છે. ઘડિયાળને મેટલ ફ્રેમ સાથે 2.5D પ્રીમિયમ ગ્લાસ ડિઝાઇન મળે છે. વૉચમાં કૉલિંગ ફીચર્સ આપવામાં આવ્યા છે. કંપનીનો દાવો છે કે વૉચમાં કૉલિંગ દરમિયાન નોઈઝ કેન્સલેશનની સુવિધા પણ આપવામાં આવી છે.
DIZO Watch R Talk 150 વોચ ફેસ સાથે 110 સ્પોર્ટ્સ મોડ આપવામાં આવ્યા છે. તે બ્લડ ઓક્સિજનને મોનિટર કરવા માટે SpO2 સેન્સર સાથે 24x7 હાર્ટ રેટ ટ્રેકિંગ, સ્લીપ મોનિટર અને પાણી પીવાનું રિમાઇન્ડર પણ આપે છે. આમાં વોટર રેઝિસ્ટન્ટ માટે IP68 રેટિંગ પણ મળ્યું છે. આ વોચમાં 300mAh બેટરી આપવામાં આવી છે, જે કૉલ કર્યા વિના 10 દિવસ સુધી અને કૉલિંગ સાથે 5 દિવસ સુધી બેટરી બેકઅપ આપે છે. આ વોચમાં GPS ટ્રેકિંગ માટે તમારા ફોનના GPSનો ઉપયોગ કરે છે. ફોનના કેમેરાને ઘડિયાળમાંથી પણ કંટ્રોલ કરી શકાય છે. ઘડિયાળમાં ફાઇન્ડ ફોનનો વિકલ્પ પણ છે.
DIZO Watch D Talkના સ્પેસિફિકેશન્સ-
DIZO Watch D Talkને DIZO Watch Dના અપગ્રેડ તબક્કામાં રજૂ કરવામાં આવી છે. આ વોચમાં કોલિંગ ફીચર ઉમેરવામાં આવ્યું છે. DIZO Watch D Talk 550 nitsની બ્રાઇટનેસ સાથે 1.8-ઇંચની ડિસ્પ્લે સાથે આવે છે. આ સાથે, ડિસ્પ્લે પર 150+ વોચ ફેસ અને 2.5D કર્વ્ડ ગ્લાસનું પ્રોટેક્શન પણ છે.
DIZO Watch D Talk 120+ સ્પોર્ટ્સ મોડ્સ દોડવાથી લઈને સાયકલ ચલાવવા સુધીની સુવિધા આપે છે. તેમાં બ્લડ ઓક્સિજનને મોનિટર કરવા માટે SpO2 સેન્સર સાથે 24x7 હાર્ટ રેટ ટ્રેકિંગ પણ છે. આ ઘડિયાળ ઊંઘને પણ ટ્રેક કરે છે અને પાણી પીવા માટે રિમાઇન્ડર આપે છે. તેને વોટર રેઝિસ્ટન્ટ માટે IP68 રેટિંગ પણ મળ્યું છે. તેમાં 260mAh બેટરી છે, જે સામાન્ય ઉપયોગમાં 7 દિવસ અને કોલિંગ સાથે 2 દિવસનો બેકઅપ આપે છે. કેમેરા, મ્યુઝિકને પણ ઘડિયાળથી કંટ્રોલ કરી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે