PUBG Mobile: માત્ર ઈન્ડિયન ગેમર્સને મળશે આ ખાસ 3 ફીચર્સ, ખાસ જાણો
પ્લેયર અનનોન્સ બેટલગ્રાઉન્ડ્સ એટલે કે PUBG ભારતમાં પાછી ફરે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. અને હવે આ ઈંતજાર ખતમ થવાનો છે. મળતા અહેવાલો પ્રમાણે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ગેમ રિલૉન્ચ કરવામાં આવી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: પ્લેયર અનનોન્સ બેટલગ્રાઉન્ડ્સ એટલે કે PUBG ભારતમાં પાછી ફરે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. અને હવે આ ઈંતજાર ખતમ થવાનો છે. મળતા અહેવાલો પ્રમાણે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ગેમ રિલૉન્ચ કરવામાં આવી શકે છે. PUBG ફરી આવવાની જાહેરાત સાથે જ સતત નવા-નવા અપડેટ સામે આવી રહ્યા છે. હવે ખબર છે કે ભારતીય ગેમર્સ માટે નવા વર્ઝનમાં 3 ખાસ ફીચર્સ મળશે, જે આ ગેમમાં પહેલા નહોતા.
લૉન્ચિગની તૈયારીઓ પૂરી થઈ
PUBG Mobile Indiaને ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં લૉન્ચ કરવામાં આવી શકે છે. તેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે. ગેમ ડેવલપર્સ ભારત સરકારના અપ્રુવલની રાહ જોઈ રહ્યા હતા. ગયા મંગળવારે તેને મંજૂરી મળી ગઈ છે. જો કે PUBG Corporationની તરફથી આ ગેમને ભારતમાં ફરી રિલીઝ કરવાની નિશ્ચિત તારીખ વિશે જાણકારી નથી આપવામાં આવી.
ભારતીય ગેમર્સને મળશે આ ખાસ ફીચર્સ
- ભારતીય આવૃતિમાં કેરેક્ટર કોઈ પણ પ્રોટેક્ટિવ અટાયર નહીં પહેરે.
-ગેમમાં ભારતીય આવૃતિ માટે, હિટ ઈફેક્ટને ગ્લોબલ કે કોરિયના વર્ઝનથી અલગ લીલા રંગમાં લૉક કરવામાં આવશે.
-પબજી મોબાઈલ ઈન્ડિયામાં કથિત રૂપથી પ્લેટાઈમને સીમિત કરવાની સુવિધા હશે, જેથી યુવાનોમાં હેલ્ધી ગેમિંગની આદત વધશે.
ભારત સરકારે સપ્ટેમ્બરમાં કરી હતી બેન
જણાવી દઈએ કે ભારત સરકારે આ વર્ષે સપ્ટેમ્બરમાં યૂઝર્સ ડેટાની સિક્યૉરિટી અને પ્રાઈવસી પર ચિંતા વ્યક્ત કરતા 118 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો જેમાં પૉપ્યુલર ગેમ પબજી મોબાઈલ પણ સામેલ હતું. પબજીને ચાઈનીઝ કંપની Tencent સાથેની પાર્ટનરશિપના કારણે બેન કરવામાં આવી હતી. હવે કંપની ભારત માટે અલગથી ગેમ શરૂ કરી રહી છે.
PUBG મોબાઈલ ઈન્ડિયાના પ્રી-રજિસ્ટ્રેશન ખુલ્યા
લૉન્ચિંગ પહેલા પબજી મોબાઈલ ઈન્ડિયાના પ્રી-રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યા છે અને એન્ડ્રોઈડની સાથે આઈઓએસ યૂઝર્સ પણ તેના માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. યૂઝર્સ Tap Tap ગેમ શેર કમ્યુનિટીમાં પણ પ્રી-રજિસ્ટ્રેશન કરાવી શકે છે, જો કે હાલ આ સુવિધા માત્ર કમ્યુનિટી મેંબર્સ માટે જ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે