PUBG મોબાઇલમાં કરવામાં આવ્યા ઘણા ફેરફાર, હવે ફક્ત 1 GBમાં ગેમ થશે Download

મોબાઇલ ગેમ્સમાં પબજી દુનિયાની સૌથી રમાતી ગેમ છે અને આ ગેમના દિવાના ઘણા છે. ભારતમાં જ્યારે પબજી બેન થઇ હતી ત્યારે ઘણા ચહેરા પર ઉદાસી છવાઇ ગઇ હતી.

PUBG મોબાઇલમાં કરવામાં આવ્યા ઘણા ફેરફાર, હવે ફક્ત 1 GBમાં ગેમ થશે Download

નવી દિલ્હી: મોબાઇલ ગેમ્સમાં પબજી દુનિયાની સૌથી રમાતી ગેમ છે અને આ ગેમના દિવાના ઘણા છે. ભારતમાં જ્યારે પબજી બેન થઇ હતી ત્યારે ઘણા ચહેરા પર ઉદાસી છવાઇ ગઇ હતી પરંતુ હવે ફરીથી પબજીને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. ફેન્સ માટે આ સમાચાર મોટી ખુશખબરીથી ઓછા નથી. 

12 નવેમ્બર સુધી પબજી કોર્પોરેશનએ આ વાતની જાણકારી આપી હતી કે પબજીની ભારતમાં ફરીથી વાપસી થશે. જોકે લોન્ચ ડેટની જાહેરાત કરવામાં આવી નથી. કંપનીએ કહ્યું કે પબજી મોબાઇલ ઇન્ડીયાને ખાસ કરીને ભારતના અનુસાર બનાવવામાં આવી છે અને તેને જલદી લોન્ચ કરવામાં આવશે. 

ભારતમાં પબજીને લોન્ચ થનાર વર્જન કંઇક અલગ હશે અને તેમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ વખતે પબજી ગેમની સાઇઝ નાની હશે. લાઇટ વેટ ઇંસ્ટોલેશન તેને કેટલાક ફેરફારોમાંથી એક છે. આ ફીચરના લીધે ગૂગલ પ્લે સ્ટોર પર ગેમની ડાઉનલોડ સાઇઝ 610 MB સુધી ઓછી થઇ જશે.  

પબજીના ગ્લોબલ વર્જનને છોડીને આ ફેરફાર VN અને TW વર્જનમાં પણ કરવામાં આવ્યા છે. તેનાથી અંદાજો લગાવી શકાય છે કે ભારતનું વર્જન જેવું જ હશે. 

આખી દુનિયામાં લોકોને મુશ્કેલી થતી હતી કારણ કે પબજી મોબાઇલમાં ખૂબ સ્પેસ લે છે. જેના લીધે લોકોને સ્ટોરેજમાં સમસ્યા આવતી હતી. પરંતુ આ ફેરફારના લીધે આ મુશ્કેલી ખતમ થઇ જશે. 

આ ઉપરાંત તેમાં કેટલાક કોસ્ટેમિટક ફેરફાર જરૂર હશે. આ નવી ગેમ ઇન્ડીયન-સ્પેસિફિક ફીચર્સ સાથે આવશે, જેમાં કોઇ મારધાડ નહી અને સંપૂર્ણ કપડાં  પહેરેલા કેરેક્ટર સહિત અન્ય ફેરફાર સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news