ભારતમાં ફરી શરૂ થઈ શકે છે PUBG ગેમ, સાઉથ કોરિયાની કંપનીએ કરી મોટી જાહેરાત


PUBG કોર્પોરેશને પોતાના નિવેદનમાં કહ્યું કે, ભારતમાં PUBG મોબાઇલ ગેમના પબ્લિશિંગની તમામ જવાબદારી કંપની ખુદ સંભાળશે. 
 

ભારતમાં ફરી શરૂ થઈ શકે છે PUBG ગેમ, સાઉથ કોરિયાની કંપનીએ કરી મોટી જાહેરાત

નવી દિલ્હીઃ PUBG Mobile ગેમ પર ભારતમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. PUBG Mobile ગેમને ભારતમાં બેન કર્યા બાદ  PUBG ગેમની મુખ્ય સાઉથ કોરિયા કંપની PUBG કોર્પોરેશન સક્રિય થઈ ગઈ છે. PUBG કોર્પોરેશન તરફથી મંગળવારે ચીની કંપની  Tencent Gamesથી અલગ થવાની જાહેરાત કરવામાં આવી છે. તેવામાં હવે ભારતમાં PlayerUnknow,s Battlegrounds (PUBG)ના મોબાઇલ વર્ઝન  માટે Tencent ઓથોરાઇઝ્ડ રહેશે નહીં. સાધારણ શબ્દોમાં કહીએ તો ભારતમાં PUBG Mobileને સંચાલિત કરવાનો કાયદાકીય હક ચીની કંપની Tencent પાસે રહેશે નહીં. PUBG ની મુખ્ય સાઉથ કોરિયન કંપની પબજી કોર્પોરેશન જ ભારતમાં PUBG Mobileની પબ્લિશર કંપની હશે. 

PUBGની મુખ્ય સાઉથ કોરિયન કંપનીનું નિવેદન
PUBG કોર્પોરેશને પોતાના નિવેદનમાં કહ્યું કે, ભારતમાં PUBG મોબાઇલ ગેમના પબ્લિશિંગની તમામ જવાબદારી કંપની ખુદ સંભાળશે. સાથે કંપની આવનારા દિવસોમાં ભારતમાં PUBGનો અનુભવ સારો બનાવવાની જાહેરાત કરી છે. પબજી કોર્પોરેશને કહ્યું કે, તે ભારતની સુરક્ષા ચિંતાઓને સમજે છે અને ભારત સરકાર સાથે મળીને આ સમસ્યાનું સમાધાન શોધવા ઈચ્છે છે. સાથે કંપનીએ ભારતીય કાયદા પ્રમાણે ભારતમાં ગેમ બીજીવાર ઉપલબ્ધ કરાવવાની વાત કહી છે. 

વિશ્વના સૌથી સસ્તા 5G ફોનનો પ્રથમ સેલ કાલે, જાણો કિંમત અને ખાસિયતો  

શું છે PUBG અને PUBG Mobileમા અંતર
PUBG Mobile ગેમ  PUBGનું મોબાઇલ વર્ઝન છે. તેને સાઉથ કોરિયાની કંપની  PUBG કોર્પોરેશને બનાવી છે. સાથે જ  PUBGના ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ પણ  PUBG કોર્પોરેશનની પાસે છે. સાઉથ કોરિયન કંપનીએ  PUBG  ગેમને વિકસિત કરી છે અને તેનું પબ્લિશિંગ કર્યું છે. પરંતુ  PUBGના પોપ્યુલર થયા બાદ કોરિયન કંપનીએ ચીની કંપની Tencent સાથે ભાગીદારી કરી, જેથી પબજીને વિશ્વના અન્ય દેશોમાં પહોંચાડી શકાય. તેવામાં ભારતમાં PUBG મોબાઇલના પ્રસારની જવાબદારી Tencent  કંપનીને મળી હતી. પબજીના કારોબારમાં મુખ્ય રીતે પબજી કોર્પોરેશનો જ હક છે. ભારતમાં પબજીના ટેબલેટ અને કમ્પ્યૂટર વર્ઝનની પબ્લિશિંગ મુખ્ય કંપની પબજી કોર્પોરેશન કરે છે. તેવામાં ભારત સરકારે PUBGના કમ્પ્યૂટર અને ટેબલેટ વર્ઝન પર પ્રતિબંધ લગાવ્યો નથી. સરકાર તરફથી PUBG Mobile પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેની ફ્રેન્ચાઇઝી ચીની કંપની Tencent Holdingની પાસે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news