કાર ખરીદવાના હોય તો આ અપડેટ પણ જોજો, ભારતમાં નવી CAR કંપની આવી રહી છે
Trending Photos
- Groupe PSA ની પહેલી કાર C5 Aircross ની કોમ્પિટિશન ભારતીય માર્કેટમાં પહેલેથી વેચાઈ રહેલ કાર કંપનીઓ સાથે છે.
- દુનિયાની દિગ્ગજ કંપનીઓ ભારતમાં પોતાની જગ્યા બનાવવાના પ્રયાસમાં જોડાયેલી છે
ઝી મીડિયા/બ્યૂરો :ભારત જેવા વિશાળ ઓટોમોબાઈલ માર્કેટમાં હવે વધુ એક દિગ્ગજ કાર કંપની ગ્રૂપે પીએસએ (Groupe PSA)એન્ટ્રી કરવાની છે. સમાચાર મુજબ, કંપની Citroen બ્રાન્ડ કારની સાથે ભારતમાં એન્ટ્રી કરશે. ખબરોમાં કહેવાયું છે કે, ભારતમાં કંપનીની પહેલી કાર C5 Aircross આવી શકે છે. આ એક પાંચ સીટર પ્રીમિયમ એસયુવી હશે. પહેલી કાર આગામી વર્ષે પ્રથમ છ મહિનામાં આવી શકે છે.
ભારતમાં બની હશે કાર
મીડિયા રિપોર્ટસ અનુસાર, Groupe PSA ની પહેલી કાર C5 Aircross એક CBU (કમ્પ્લીટ બિલ્ટ યુનિટ) પ્રોડક્ટ હશે. તો તેના બાદ કંપની Citroen C21 ને રજૂ કરશે. જે કંપનીની ભારતમાં બનેલી પહેલી મેડ ઈન્ડિયા કાર હશે. કંપની હાલ લોકલ ટેસ્ટીંગ કરી રહી છે. બોલ્ડ ડિઝાઈનવાળી કારમાં અપરાઈટ ફ્રન્ટ અને મોટું બમ્પર લાગેલું હશે.
આ પણ વાંચો : કલ્યાણપુરના ઠાકોર પરિવારમાં દિવાળીએ માતમ છવાયો, કારે ટક્કર મારતા 3 જુવાનજોધ દીકરાના મોત
આટલી કિંમત હશે
Citroen બ્રાન્ડ અંતર્ગત કંપની પોતાની કારને ભારતમાં અંદાજે 25 થી 30 લાખ રૂપિયા સુધીની કિંમતમાં લોન્ચ કરી શકે છે. રિપોર્ટની માનીએ તો, કંપની એક સબ-4 મીટર SUV પર કામ કરી રહી છે. આ કારનું કોડનેમ Citroen 21 છે.
આ કાર સાથે હશે કોમ્પિટિશન
Groupe PSA ની પહેલી કાર C5 Aircross ની કોમ્પિટિશન ભારતીય માર્કેટમાં પહેલેથી વેચાઈ રહેલ કાર કંપનીઓ સાથે છે. જેમ કે, કિઆ સોનેટ, હુન્ડાઈ, મહિન્દ્રા XUV300, ટાટા નેક્સોન, ફોર્ડ EcoSport અને મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા સાથે હશે.
આ પણ વાંચો : કેનેડાથી આવેલ પુત્ર માતાનો મૃતદેહ લેવા ગયો ત્યારે ખબર પડી કે વીએસ હોસ્પિટલમાં છે જ નહિ!!!
કંપનીનું પહેલુ કાર એન્જિન
રિપોર્ટ અનુસાર, Citroen બ્રાન્ડની પહેલી કારમાં 1.2 લીટરનું ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન હોઈ શકે છે. એન્જિન મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ગિયર બોક્સ ઓપ્શનની સાથે આવી શકે છે. કારમાં 1.2 લીટરનું નેચર એસ્પિરેટેડ પેટ્રોલ અને 1.5 લીટર ડીઝલ એન્જિનનું ઓપ્શન પણ મળી શકે છે.
ગત કેટલાક વર્ષોમાં ભારત દુનિયામાં સૌથી મોટા કાર માર્કેટ તરીકે ઉભરી રહ્યું છે. દુનિયાની દિગ્ગજ કંપનીઓ ભારતમાં પોતાની જગ્યા બનાવવાના પ્રયાસમાં જોડાયેલી છે. ખબરો અનુસાર, કોરોનાને કારણે કાર કંપનીઓને ભારતમાં એન્ટ્રી કરવામાં મોડું થઈ રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે