કલાકોમાં જ Google Play Store પર ફરીથી ઉપલબ્ધ થઇ ગઇ Paytm
ડિજિટલ પેમેન્ટ એપ પેટીએમ (Paytm)ની ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) પર ફરીથી આવી ગઇ છે. ગૂગલની કાર્યવાહીના થોડા કલાકોમાં જ પેટીએમ એપ ફરીથી ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ થઇ ગઇ છે.
Trending Photos
નવી દિલ્હી: ડિજિટલ પેમેન્ટ એપ પેટીએમ (Paytm)ની ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) પર ફરીથી આવી ગઇ છે. ગૂગલની કાર્યવાહીના થોડા કલાકોમાં જ પેટીએમ એપ ફરીથી ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ થઇ ગઇ છે. એટલે કે યૂઝર્સ ફરીથી એકવાર પ્લે સ્ટોર પરથી પેટીએમ એપને ડાઉનલોડ કરી શકશો. કંપનીએ ટ્વીટ કરીને આ જણાકારી શેર કરી છે.
Update: And we're back! 🥳
— Paytm (@Paytm) September 18, 2020
નિયમોનું ઉલ્લંઘનનો આરોપ
આ પહેલાં 18 સપ્ટેમ્બરના રોજ ગૂગલ પ્લે સ્ટોર પરથી પેટીએમ પર નિયમોનું ઉલ્લંઘનના આરોપ લગાવતાં એપને સ્ટોર પરથી દૂર કરવામાં આવી હતી. ગૂગલે બ્લોગ દ્વારા તેનું કારણ બતાવતાં કહ્યું હતું કે અમે કોઇ ગેંબલિંગ (જુગાર રમનાર), ઓનલાઇન કેશ રમનાર ગેમ્સ એપનું સમર્થન કરતા નથી. જો કોઇ એપ ગ્રાહકોને બહાર વેબસાઇટ તરફ લઇ જાય છે, જે તેમને અસલી પૈસા અથવા કેસ પુરસ્કાર જીતવા માટે ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની અનુમતિ આપે છે, તો આ અમારી નીતિઓનું ઉલ્લંઘ્ન છે.
તમને જણાવી દઇએ કે 'PayTM First Games' દ્વારા પૈસ જીતવાનો દાવો કરે છે. જેના લીધે ગૂગલે પેટીએમ કંપની પર આ કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી બાદથી જ પેટીએમ ડેવલોપર્સ સતતત ગૂગલના અધિકારીઓ સાથે મુદ્દો ઉકેલવામાં લાગ્યા હતા. જેના થોડા કલાકો બાદ કંપનીએ ટ્વીટ કરી પોતાની વાપસીના સમાચાર આપ્યા હતા. ગૂગલે આ પહેલાં પણ સ્પષ્ટ કરી દીધું હતું કે આ પ્રતિબંધ ત્યાં સુધી યથાવત રહેશે જ્યાં સુધી એપને ગૂગલના નિયામક શરતોના દાયરમાં લાવવામાં આવતી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે