અમદાવાદ: પાનના ગલ્લાઓ ફરી એકવાર થશે બંધ, કોરોના સંક્રમણ વધતા તંત્રનો નિર્ણય
ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે વધુ વિકટ થઇ રહી છે ત્યારે લોકોનાં મગજમાં જાણે કોરોનાનો ડર પણ નથી રહ્યો ત્યારે સરકાર દ્વારા વધારે એક પગલું ઉઠાવવામાં આવી રહ્યું છે. લોકડાઉન થશે તેવી અફવાઓ વચ્ચે તંત્ર દ્વારા પાનના ગલ્લાઓ અને ચાની કિટલીઓ બંધ કરાવવાનો નિર્ણય લેવાયો છે.
Trending Photos
અમદાવાદ: શહેરમાં કોરોના સંક્રમણના કેસને જોતા AMC દ્વારા ચાની કિટલી બાદ પાનના ગલ્લાઓ પણ બંધ કરવા માટે આદેશ અપાયો છે. એએમસીના સોલિડ વેસ્ટ વિભાગની 200થી વધારે ટીમ બનાવીને શહેરનાં સાત ઝોનનાં 48 વોર્ડમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પાનના ગલ્લાઓ અને ચાની કિટલી પર સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળતો હોવાના કારણે નિર્ણય લીધો છે.
આ અંગે AMC સોલિડ વેસ્ટ વિભાગનાં ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું કે, કોરોના જતો રહ્યો હોય તે પ્રકારે લોકોના ટોળેટોળા પાનના ગલ્લા અને ચાની કિટલીઓ પર ઉભા રહે છે. શહેરમાં સંક્રમણ સતત વધી રહ્યું છે. બે દિવસથી આ અંગેની કામગીરી ચાલી રહી છે. લોકો તરફથી અમને વારંવાર અરજીઓ મળી રહી છે. જેના પગલે કોર્પોરેશન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. શનિવાર તથા રવિવાર સુધી આ કામગીરી યથાવત્ત ચાલુ રહેશે.
સોલંકીના અનુસાર AMC દ્વારા ટુંક સમયમાં જ ચાની કિટલીઓ અને પાનના ગલ્લાઓ માટે SOP બનાવવામાં આવશે. આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. જો કોઇ પણ નિયમોનો ભંગ થતો જોવા મળશે તો તુરંત જ દુકાન સીલ કરવામાં આવશે. ચાની કિટલી બંધ કરાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે