અમદાવાદ: PCBના લાંચિયા ક્લાસ-1 અધિકારીને ACB એ ઝડપ્યો, કરોડોની મિલ્કત મળી

એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ક્લાસ-1 અધિકારી ગિરિજાશંકર સાધુની ધરપકડ કરવામાં આવી છે. ગિરજાશંકર સાધુ સામે એસીબીમાં અપ્રમાણસર મિલ્કતનો કેસ લાંબા સમયથી ચાલી રહ્યો હતો. જો કે તે લાંબા સમયથી ફરાર હતો. આરોપી ગુજરાત પ્રદુષણ બોર્ડમાં ક્લાસ 1 અધિકારી તરીકે ફરજ બજાવતો હતો.  2017માં તેની લાંચ લેવાનાં કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ અપ્રમાણસર મિલ્કતનો ગુનો પણ દાખલ થયો હતો. આ મુદ્દે પંચમહાલ એસીબીના અધિકારીઓ તપાસ ચલાવી રહ્યા હતા. 
અમદાવાદ: PCBના લાંચિયા ક્લાસ-1 અધિકારીને ACB એ ઝડપ્યો, કરોડોની મિલ્કત મળી

અમદાવાદ : એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ક્લાસ-1 અધિકારી ગિરિજાશંકર સાધુની ધરપકડ કરવામાં આવી છે. ગિરજાશંકર સાધુ સામે એસીબીમાં અપ્રમાણસર મિલ્કતનો કેસ લાંબા સમયથી ચાલી રહ્યો હતો. જો કે તે લાંબા સમયથી ફરાર હતો. આરોપી ગુજરાત પ્રદુષણ બોર્ડમાં ક્લાસ 1 અધિકારી તરીકે ફરજ બજાવતો હતો.  2017માં તેની લાંચ લેવાનાં કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ અપ્રમાણસર મિલ્કતનો ગુનો પણ દાખલ થયો હતો. આ મુદ્દે પંચમહાલ એસીબીના અધિકારીઓ તપાસ ચલાવી રહ્યા હતા. 

આરોપી પાસેથી 68 લાખ રૂપિયાણી અપ્રમાણસર  મિલ્કત મળી આવી હતી. આ કેસમાં એસીબી દ્વારા CRPC 70 મુજબ વોરન્ટ મેળવીને કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત આરોપી પાસે 3 અલગ અલગ રહેઠાણ હતા. અધિકારી ફરાર હોવાથી સ્થાનિક પોલીસની મદદ લઇ એસીબી દ્વારા તેને ઝડપી લેવા માટે કાર્યવાહી આરંભાઇ હતી. 

સ્થાનિક પીઆઇ ગીરજાશંકર સાધુના ઘરે પહોંચ્યા હતા. જો કે ગીરજાશંકરે પોતે ગીરજા શંકર નહી હોવાનું જણાવતા સમગ્ર મામલો ગુંચવાયો હતો. જો કે પીઆઇ દ્વારા એસીબી પાસેથી ફોટા અને વીડિયો મંગાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેની ઓળખ કરીને તેની ધરપકડ કરી હતી. હાલ એસીબી દ્વારા તેની ધરપકડ કરીને તેની પાસે અન્ય બેનામી કેટલી સંપત્તી છે તે અંગે તપાસ ચલાવવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news