Nokia એ C30 બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો, મળશે ફાસ્ટ પ્રોસેસર અને લોન્ગ લાસ્ટિંગ બેટરી
ભારતમાં Nokia એ લોન્ચ કર્યો પોતાનો બજેટ સ્માર્ટફોન C30. ખાસ વાત એ છે કે આ ફોન સાથે જિયોના એક્સક્લુસિવ ઓફર્સ પણ ગ્રાહકોને મળશે. નોકિયાના આ સ્માર્ટફોનનું ગ્લોબલ લોન્ચિંગ આ વર્ષના જુલાઈ મહિનામાં કરવામાં આવ્યું હતું.
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં Nokia એ લોન્ચ કર્યો પોતાનો બજેટ સ્માર્ટફોન C30. ખાસ વાત એ છે કે આ ફોન સાથે જિયોના એક્સક્લુસિવ ઓફર્સ પણ ગ્રાહકોને મળશે. નોકિયાના આ સ્માર્ટફોનનું ગ્લોબલ લોન્ચિંગ આ વર્ષના જુલાઈ મહિનામાં કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ભારતમાં પણ આ ફોનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ બજેટ સ્માર્ટફોનની શું છે ખાસિયત? આવો જાણીએ.
Nokia C30ને 3GB+32GBના વેરિયંટને 10,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. જ્યારે 4GB+64GB વેરિયંટને 11,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનને ગ્રીન અને વ્હાઈટ કલર ઓપશનમાં લોન્ચ કરવામાં આવ્યા છે. નોકિયાના આ સ્માર્ટફોનનું વેચાણ ઓફલાઈન રિટેલ સ્ટોર્સ, ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ અને નોકિયાની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા કરવામાં આવશે.
આ સ્માર્ટફોનને જિયોની એક્સક્લુસિવ ઓફર્સ સાથે રજૂ કરવામાં આવ્યો છે. આમાં ગ્રાહકોને 1000 રૂપિયા સુધી 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ગ્રાહક આ ઓફરનો ફાયદો પાર્ટિસિપેટ કરતા આઉટલેટ્સ અને માઈ જિયો એપ દ્વારા પણ મેળવી શક્શે. સાથે જ યુઝર્સ ફોનને એક્ટિવેટ કરવા માટે 15 દિવસની અંદર માઈ જિયો એપથી સેલ્ફ એનરોલ પણ કરી શકે છે. કંપનીએ જણાવ્યું છે કે પ્રાઈસ બેનિફિટ એનરોલ થયા બાદ 30 મિનિટની અંદર UPI દ્વારા ગ્રાહકોને બેંક એકાઉન્ટમાં પહોંચાડી દેવામાં આવશે.
Nokia C30ના સ્પેસિફિકેશન્સ-
નોકિયાનો C30 સ્માર્ટફોન એન્ડ્રોઈડ 11(ગો એડિશન) પર ચાલે છે. ફોનમાં 6.82 ઈંચની HD+ સ્ક્રિન છે, જેમાં 400 nits પીક બ્રાઈટનેસ છે. ફોનમાં Unisoc SC9863Aનું ઓક્ટા કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 256GB એક્સપાંડેબલ સ્ટોરેજ છે.
ફોટોગ્રાફી માટે ફોનના રિયરમાં 13 અને 2 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. જ્યારે સેલ્ફી માટે ફોનમાં 5 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 6000mAHની લોંગ લાસ્ટિંગ બેટરી આપવામાં આવી છે. સાથે જ 10Wનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. ફોનની પાછળ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે