નોકિયાએ લોન્ચ કર્યો શાનદાર સ્માર્ટફોન, 7 જુલાઈથી પ્રી-બુકિંગ, જાણો કિંમત અને ફીચર્સ

48 મેગાપિક્સલ કેમેરાથી લેસ આ ફોનની કિંમત 12,999 રૂપિયા છે. ફોનને એમેઝોન ઈન્ડિયા સિવાય નોકિયા ઈન્ડિયાના ઓનલાઇન સ્ટોર પરથી ખરીદી શકાશે. 

નોકિયાએ લોન્ચ કર્યો શાનદાર સ્માર્ટફોન, 7 જુલાઈથી પ્રી-બુકિંગ, જાણો કિંમત અને ફીચર્સ

નવી દિલ્હીઃ નોકિયાના નવા બજેટ સ્માર્ટફોન Nokia G20 ની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે. જલદી આ ફોન સેલ માટે ઉપલબ્ધ થઈ શકે છે. આ ફોનનું પ્રી-બુકિંગ એમેઝોન ઈન્ડિયા પર શરૂ થવાનું છે. એમેઝોન ઈન્ડિયા પર લાઇવ થયેલા એક માઇક્રોસોફ્ટ અનુસાર યૂઝર નોકિયા G20 ને 7 જુલાઈ બપોરે 12 કલાકથી પ્રી-બુકિંગ કરી શકે છે. 48 મેગાપિક્સલ કેમેરાથી લેસ આ ફોનની કિંમત 12,999 રૂપિયા છે. ફોનને એમેઝોન ઈન્ડિયા સિવાય નોકિયા ઈન્ડિયાના ઓનલાઇન સ્ટોર પરથી ખરીદી શકાશે. 

નોકિયા G20 ના ફીચર અને સ્પેસિફિકેશન્સ
ફોનમાં વોટરડ્રોપ નોચ ડિઝાઇન અને 20:9 ના આસ્પેક્ટ રેશિયોની સાથે 6.5 ઇંચની એચડી+ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનના બોટમમાં છિક ચિન આપવામાં આવી છે. આ ફોન બે વેરિએન્ટ 4જીબી રેમ+64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ અને 4જીબી રેમ+ 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજની સાથે આવે છે. 

પ્રોસેસર તરીકે આ ફોનમાં તમને મીડિયાટેક હીલિયો G25 SoC ચિપસેટ જોવા મળશે. 512જીબી સુધી માઇક્રો એસડી કાર્ડ સપોર્ટવાળા આ ફોનમાં ફોટોગ્રાફી માટે એલઈડી ફ્લેશની સાથે ક્વોડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. 

તેમાં 48 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરાની સાથે એક 5 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ, એક 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા અને એક 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે આ ફોનમાં તમને 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો મળશે. 

ફોનને પાવર આપવા માટે તેમાં 5,050mAh ની બેટરી આપવામાં આવી છે, જે 10 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. ઓએસની જ્યાં સુધી વાત છે તો આ ફોન એન્ડ્રોઇડ 11 આઉટ-ઓફ-ધ-બોક્સ પર કામ કરે છે. સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેમ્સરથી લેસ આ ફોન નાઇટ અને ગ્લેશિયર કલર ઓપ્શનમાં આવે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news