વરસાદી પાણીના સંગ્રહ માટે જામનગર મનપાની પહેલ, હવે નહીં થાય રસ્તા પર પાણીનો બગાડ

જામનગર મહાનગર પાલિકાએ આ વખતે એક ખુબ જ મહત્ત્વનો પ્રોજેક્ટ હાથમાં લીધો છે. આ પ્રોજેક્ટ થકી અહીંની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ સરળતાથી થઈ જશે. આ પ્રોજેક્ટ હેઠળ શહેરમાં વહી જતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરીને પાણીને ભુગર્ભમાં ઉતારવામાં આવશે. 

  • જામનગર શહેરમાં 2 કરોડના ખર્ચે પ્રોજેક્ટ તૈયાર
  • આ પ્રોજેક્ટથી પાણીમાં ખારાશનું પ્રમાણ ઓછું થશે

    100 ફૂટ ઊંડા અને 10 ઇંચ ડાયામીટર વાળા 75 બોર બનશે

    25 ફૂટ ઊંડા અને 15 ફૂટ પહોળા 5 કુવા બનશે

    43 લોકેશન પર વોટર હાર્વેસ્ટિંગ માટે જગ્યા પસંદ કરી

Trending Photos

વરસાદી પાણીના સંગ્રહ માટે જામનગર મનપાની પહેલ, હવે નહીં થાય રસ્તા પર પાણીનો બગાડ

ઝી બ્યૂરો, અમદાવાદઃ જામનગર મહાનગર પાલિકાએ આ વખતે એક ખુબ જ મહત્ત્વનો પ્રોજેક્ટ હાથમાં લીધો છે. આ પ્રોજેક્ટ થકી અહીંની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ સરળતાથી થઈ જશે. આ પ્રોજેક્ટ હેઠળ શહેરમાં વહી જતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરીને પાણીને ભુગર્ભમાં ઉતારવામાં આવશે. 2 કરોડ અને 6 લાખના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરાઈ રહ્યો છે. જેમાં રસ્તા પર પાણીનો બગાડ અટકાવી શકાશે. આ પાણીને પાઇપલાઇન થકી, કુવા અને બોરની મદદથી જમીનના તળમાં ઉંચા લાવવામાં આવશે. બોરના પાણીમાં ખારાશનું પ્રમાણ ઓછું થશે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ થકી પાણીમાં ખારાશનું પ્રમાણ પણ ખુબ જ ઓછું થશે.

રોડનું પાણી પાઈપ મારફતે એક કુવામાં આવે, જે કુવામાં પાઈપ દ્વારા ઉંડા બોરમાં પાણી જાય, જેથી વરસાદી પાણી જમીનમાં ઉતરી શકે. આ પ્રોજેકટને વોટર હાર્વેસ્ટીંગ કહેવાય છે. જે રાજયનો પ્રથમ પ્રોજેકટ જામનગરમાં તૈયાર થયો રહ્યો છે જામનગર મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટથી વરસાદી પાણીનો બગાડ ઓછો અને સંગ્રહ કરીને જમીનના તળમાં ઉતારી શકાશે. આ પ્રોજેક્ટ હેઠળ વધુ કુવા-બોર તૈયાર કરવામાં આવશે. વોટર હાર્વેસ્ટિંગ માટે તંત્રએ સ્વસ્તિક ગાર્ડનમાં 2, ડિકેવી કોલજ કમ્પાઉન્ડમાં 2 અને તપોવન સોસાયટી સદગુરુ વિસ્તારમાં જૈન ઉપાશ્રય સામે 1, ખાખીનગર વિસ્તારમાં સમર્પણ પ્રાર્થના કોમન પ્લોટમાં એક રાવડીની જગ્યામાં કુવા બનાવ્યા છે.

75 બોર અને 5 કુવા બનાવાયાઃ
તંત્રએ શહેરની અલગ અલગ જગ્યાઓએ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં સ્વસ્તિક સોસાયટીથી લઇ પાર્ક કોલોની અને ત્યાંથી પંચવટી સોસાયટી સુધીના બે કિલોમીટરના પટ્ટામાં પાઈપ લાઈન નાખીને દર 30 મીટર 100 ફૂટ ઊંડા અને 10 ઇંચ ડાયામીટર વાળા 75 બોર અને અલગ અલગ જગ્યાઓ પર 25 ફૂટ ઊંડા અને 15 ફૂટ પહોળા 5 કુવા બનાવવામાં આવી રહ્યાં છે. શહેરના 41 વિસ્તારોમાં પણ ઝડપથી કામગીરી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news