હવે કોઈ એપની જરૂર નહીં, Gmail થી કરી શકશો કોલિંગ અને ચેટિંગ જેવા કામ

જ્યાં વોટ્સએપ જેવી પોપ્યુલર સર્વિસ હાલ મલ્ટી-ડિવાઇસ સપોર્ટ લાવવામાં લાગેલી છે, તેવામાં ગૂગલનું નવુ અપડેટ જીમેલ યૂઝર્સને ન માત્ર તમારા ફોન, પરંતુ કમ્પ્યૂટર પર પણ કોલ્સ રિસીવ કરી શકશો.
 

હવે કોઈ એપની જરૂર નહીં, Gmail થી કરી શકશો કોલિંગ અને ચેટિંગ જેવા કામ

નવી દિલ્હીઃ ગાલમાં Google અપડેટની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં Gmail ઉપયોગ કરવાની રીતમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. જીમેલ દ્વારા હવે કમ્યુનિકેશન એટલું શાનદાર થવાનું છે જેથી તમને કોઈ એપની જરૂર પડશે નહીં. હકીકતમાં જીમેલ પર હવે બીજા યૂઝર્સના મોબાઇલ ફોન પર કોલ કરવા, તેની સાથે ચેટ કરવા, ગ્રુપ ડિસ્કશનમાં સામેલ થવા અને આવા અનેક ફીચર્સ જોડાવાના છે.

તેનો મતલબ છે કે જીમેલનું નવું અપડેટ આવ્યા બાદ તમારે લગભગ કોલિંગ કે મેસેજિંગ માટે અન્ય કોઈ એપની જરૂર પડે. હકીકતમાં Workspace માટે ગૂગલ અપડેટ જીમેલ ઇનબોક્સમાં ગૂગલ ચેટ, ગૂગલ મીટ અને સ્પેસ માટે એક નવુ ટેબ લઈને આવી રહ્યું છે. મહત્વનું છે કે  Google Meet કંપનીની વીડિયો કોલિંગ સર્વિસ, Google Chat કંપનીની મેસેજિંગ સર્વિસ અને Google Spaces ગ્રુપ ડિસ્કશન સર્વિસ છે. 

ઇનબોક્સમાંથી કરો કોલ
આ નવા જીમેલ અપડેટનો સૌથી વધુ ફાયદો થશે સીધો પોતાના ઇનબોક્સથી કોલ કરવા (કે મીટિંગ શરૂ કરવા) નો. ફોન નંબર પોતાના કોન્ટેક્ટ લિસ્ટમાં શોધવા કે કોઈ કોલિંગ એપને ખોલવાની જગ્યાએ, તમે સીધો ગૂગલ યૂઝરના ઇમેલ એટ્રેસ દ્વારા કોલ કરી શકશો. તે માટે તમારે જીમેલ વેબસાઇટ કે મોબાઇલ એપથી સ્વિચ કરવાની જરૂર પડશે નહીં. આ સિવાય કોઈપણ ઈમેલ મોકલવાની જગ્યાએ તમે જીમેલ પર આપવામાં આવેલા ચેટ ટેબ દ્વારા મેસેજ મોકલી શકો છો. આ મેસેજ તમને આ ડિવાઇસ પર પણ Sync થઈ જશે, જેમાં Gmail એપ ઇન્સ્ટોલ છે. 

કમ્પ્યૂટર પર પણ રિસીવ કરો કોલ
જ્યાં વોટ્સએપ જેવી પોપ્યુલર સર્વિસ હાલ મલ્ટી-ડિવાઇસ સપોર્ટ લાવવામાં લાગેલી છે, તેવામાં ગૂગલનું નવુ અપડેટ જીમેલ યૂઝર્સને ન માત્ર તમારા ફોન, પરંતુ કમ્પ્યૂટર પર પણ કોલ્સ રિસીવ કરી શકશો. જીમેલના સીનિયર ડાયરેક્ટર ઓફ પ્રોડક્ટ મેનેજમેન્ટ સનાજ અહારી જણાવે છે, જલદી તમે જીમેલ પર ટીમ મેમ્બર્સને કોલ કરી શકશો. જીમેલ મોબાઇલ એપ ચલાવનાર ડિવાઇસ પર રિંગ જશે અને તેના લેપટોપ પર પણ એક નોટિફિકેશન મોકલવામાં આવશે, જેથી યૂઝર્સ સરળતાથી જવાબ આપી શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news