આગામી અઠવાડિયે આવી રહ્યા છે નવા ફોન, ઓછી કિંમતમાં દમદાર ફીચર્સ

કોરોના વાયરસ સંક્રમણ અને લોકડાઉન બાદ ચીની કંપનીઓ ફરીથી ઉભી થઇ રહી છે. સસ્તા અને વ્યાજબી ફોન નિર્માતા કંપની રિયલમી (Realme) પોતાના નવા ફોન નાઝરો-10 (Nazro 10)ને આગામી અઠવાદિયે ભારતમાં લોન્ચ કરવા જઇ રહી છે.

આગામી અઠવાડિયે આવી રહ્યા છે નવા ફોન, ઓછી કિંમતમાં દમદાર ફીચર્સ

નવી દિલ્હી: કોરોના વાયરસ સંક્રમણ અને લોકડાઉન બાદ ચીની કંપનીઓ ફરીથી ઉભી થઇ રહી છે. સસ્તા અને વ્યાજબી ફોન નિર્માતા કંપની રિયલમી (Realme) પોતાના નવા ફોન નાઝરો-10 (Nazro 10)ને આગામી અઠવાદિયે ભારતમાં લોન્ચ કરવા જઇ રહી છે. રિયલમીએ જાહેરાત કરી છે કે તે ભારતમાં 21 એપ્રિલના રોજ પોતાની નાજરો સ્માર્ટફોન સીરીઝ લોન્ચ કરશે. 

ઓનલાઇન કરવામાં આવશે લોન્ચ
કંપની એક ઓનલાઇન કાર્યક્રમની મેજબાની કરશે, જેને રિયલમીના યૂટ્યૂબ ચેનલની સાથે-સાથે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી સ્ટ્રીમ કરવામાં આવશે. એટલે કે આ કાર્યક્રમ ઓનલાઇન થશે અને યૂઝર્સ રિયલમી ઇન્ડીયાના સત્તાવાર યૂટ્યૂબ ચેનલ પર આ ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાશે. 

કંપનીના સીઇઓ સેઠે ટ્વિટર નાજરો સીરીઝના લોન્ચની નવી તારીખની જાહેરાત કરી. તેમણે ટ્વિટ કર્યું 'આખરે તે સમાચાર આવી ગયા છે, જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી. રિયલમી નાજરો ફરીથી હાજર છે. ફીલ ધ પાવર માટે તૈયાર થઇ જાવ. 21 એપ્રિલના રોજ 12:30 વાગે ઓનલાઇન વિડિયો સ્ટ્રીમિંગ લાઇવ જુઓ. રિયલમીની નાજરો સીરીઝ પહેલાં માર્ચમાં લોન્ચ થવાની હતી, પરંતુ રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના લીધે તેના લોન્ચિંગ કાર્યક્રમને અનિશ્વિત કાળ માટે સ્થગિત કરવામાં આવ્યો હતો. 

આ નવી સીરીઝમાં બે સ્માર્ટફોન હશે. તેમાં નાજરો-10 અને નાજરો-10એ સામેલ છે. આ સ્માર્ટફોન ક્રમશ: મધ્યમ રેંજ અને બજેટ કિંમત સાથે રજૂ કરવાની સંભાવના છે. આ સ્માર્ટફોનની ખાસિયતોની વાત કરીએ તો રિયમી નાજરો-10 પાછળ એક ક્વોડ-કેમેરો આપવાની આશા છે, જ્યારે નાજરો-101 ટ્રિપલ કેમેરા મોડ્યૂલ હશે. સ્માર્ટફોન્સમાં 6.5 ઇંચ ડિસ્પ્લે થવાની આશા છે અને આ 5,000 એમએએચની મોટી બેટરી સાથે ઉપલબ્ધ હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news