આ કંપનીએ લોન્ચ કર્યું સૌથી સસ્તુ ઈલેક્ટ્રિક સ્કૂટર, કિંમત 36,900 રૂપિયા, જાણો વિગત

NexGen Energia: ઈલેક્ટ્રિક વ્હીકલ બનાવનારી કંપની નેક્સજેન એનર્જિયાએ 36990 રૂપિયાની કિંમતનું સસ્તુ ટૂ-વ્હીલર ઈલેક્ટ્રિક વ્હીકલ બજારમાં ઉતાર્યું છે.
 

આ કંપનીએ લોન્ચ કર્યું સૌથી સસ્તુ ઈલેક્ટ્રિક સ્કૂટર, કિંમત 36,900 રૂપિયા, જાણો વિગત

નવી દિલ્હીઃ NexGen Energia Two-Wheeler EV: ઈલેક્ટ્રિક વ્હીકલ બનાવનારી કંપની નેક્સજેન એનર્જિયાએ 36,990 રૂપિયાની કિંમતનું સૌથી સસ્તું ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર બજારમાં ઉતાર્યું છે. કંપનીએ ગુરૂવારે કહ્યું કે સુનીલ શેટ્ટીએ આ ટૂર-વ્હીલર ઈવી મોડલને અનવીલ કર્યું છે. તેની કિંમત 36990 રૂપિયાથી શરૂ થાય છે. આ પ્રાઇઝ પોઈન્ટ સાથે આ કંપનીનું સૌથી સસ્તું મોડલ છે.

એક્સેસિબલ અને સસ્તા ઈવી તરફ પગલું
નેક્સજેન એનર્જિયાએ કહ્યું- આ મોડલ આવનારી પેઢી માટે ઈલેક્ટ્રિક વ્હીકલ્સને વધુ સરળ અને સસ્તું બનાવવા તરફ મહત્વનું પગલું છે. નેક્સજેન એનર્જિયાના ચેરમેન પીયુષ દ્વિવેદીનું કહેવું છે કે કંપનીનું લક્ષ્ય ઈલેક્ટ્રિક વ્હીકલને સૌથી વ્યવહાર્ય (Viable)બનાવવાનું છે, જેનાથી ભવિષ્યમાં ગ્રીન મોબિલિટીને સપોર્ટ મળી શકે.

આગળ શું કરશે નેક્સજેન એનર્જિયા?
કંપનીનું લક્ષ્ય ચાલુ નાણાકીય વર્ષમાં 500 કરોડ રૂપિયાથી વધુનું વેચાણ કરવા, 500થી વધુ ડિસ્ટ્રીબ્યૂટર નેટવર્ક સ્થાપિત કરવા અને ઈવી સેક્ટરમાં લગભગ 50,000 લોકોને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ રીતે રોજગાર આપવાનું છે. કંપની આગામી નાણાકીય વર્ષમાં દુનિયાની સૌથી સસ્તી ફોર વ્હીલ રજૂ કરવાની યોજના પર કામ કરી રહી છે, જેની કિંમત પાંચ લાખથી ઓછી હશે.

નેક્સજેન એનર્જિયાનો ઈવી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે નેક્સજેન એનર્જિયાએ 18 માર્ચ 2024ના કહ્યું કે તે જમ્મુ-કાશ્મીરમાં ઈલેક્ટ્રિક વાહન બનાવવા માટે મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપિત કરવા માટે 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપનીએ કહ્યું કે તે કેન્દ્ર શાસિત પ્રદેશના અધિકારીઓની સાથે વાતચીત કરી રહી છે અને કઠુઆ ઔદ્યોગિક ક્ષેત્ર કે કાશ્મીર ઘાટીમાં 100 એકર જમીન શોધી રહી છે.

પીયુષ દ્વિવેદીએ કહ્યું કે મેક-ઇન ઈન્ડિયાની સાથે-સાથે અમે આત્મનિર્ભર ભારતના સપનાને પૂરુ કરવાના માર્ગ પર છીએ. અમે સરકારની સાથે મળી જમ્મુ-કાશ્મીરમાં ઈવી પ્લાન્ટ સ્થાપિત કરીશું, જેમાં અમે 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરીશું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news