Samsungથી લઈને શાઓમી સુધી, આ વર્ષે લોન્ચ થશે દમદાર સ્માર્ટફોન

દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વની મોટી કંપનીઓ પોતાના નવા સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. અહીં અમે તમને કેટલાક ચર્ચિત સ્માર્ટફોન વિશે જણાવીશું, જે આ વર્ષે માર્કેટમાં એન્ટ્રી કરી શકે છે. 
 

Samsungથી લઈને શાઓમી સુધી, આ વર્ષે લોન્ચ થશે દમદાર સ્માર્ટફોન

નવી દિલ્હીઃ નવું વર્ષ સ્માર્ટફોન યૂઝર્સ માટે ખુબ ખાસ રહેવાનું છે. પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ માર્કેટમાં ઘણા નવા સ્માર્ટફોન એન્ટ્રી કરવાના છે. લીક રિપોર્ટ્સ પ્રમાણે 2021માં એપલ અને સેમસંગ સિવાય અન્ય કંપનીઓ પણ દમદાર સ્માર્ટફોન માર્કેટમાં આવવાના છે. તો આવો જાણીએ આવા કેટલાક સ્માર્ટફોન વિશે જે આ વર્ષે લોન્ચ થવાના છે. 

સેમસંગ ગેલેક્સી S21+ 5G
આ ફોનની યૂઝર્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. આ ફ્લેગશિપ સ્માર્ટફોનમાં 6.7 ઇંચની ડાઇનામિક AMOLED 2x સ્ક્રીન આપવામાં આવી શકે છે. ફોન 12 જીબી સુધીની રેમ અને 512જીબી સુધી ઇન્ટરનલ સ્ટોરેજની સાથે આવી શકે છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 12 મેગાપિક્સલ+64 મેગાપિક્સલ+12 મેગાપિક્સલનું ત્રિપલ રિયર કેમેરા સેટઅપ મળી શકે છે. સેલ્ફી માટે આ ફોનમાં 10 મેગાપિક્સલ કેમેરો મળવાની આશા છે. પ્રોસેસર તરીકે આ ફોનમાં કંપની સ્નેપડ્રેગન 88 ચિપસેટ મળી શકે છે.  One UI 3.0 ઓએસ પર કામ કરનાર આ ફોન 4800mAhની બેટરીથી લેસ હોઈ શકે છે. 

iPhone 13
આઈફોન 13 આ વર્ષે લોન્ચ થઈ શકે છે. અત્યાર સુધી કંપની તરફથી આઈફોન 13ના લોન્ચને લઈને કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. આ 3.1 અને 1.8  Ghzની ક્લોક સ્પીડની સાથે આવી શકે છે. ડિવાઇસમાં 4જીબી રેમની સાથે 64 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી શકે છે. પ્રોસેસરની વાત કરીએ તો તેમાં કંપની A14 બાયોનિક ચિપસેટ આપી શકે છે કે હેક્સા કોર પ્રોસેસરની સાથે આવી શકે છે. ફોનને પાવર આપવા માટે તેમાં 3,285mAhની બેટરી મળવાની સંભાવના છે. 

સેમસંગ ગેલેક્સી A32
ફોનમાં 6.5 ઇંચની IPS ડિસ્પ્લે મળી શકે છે. આ ફોન 8જીબી સુધીની રેમ અને 128જીબીની ઈન્ટરનલ સ્ટોરેજની સાથે આવી શકે છે. ફોનમાં કંપની મીડિયાટેક  Dimensity 720 5G પ્રોસેસર ઓફર કરી શકે છે. ફોનમાં એન્ડ્રોયડ 11 પર બેસ્ડ One UI 3.0 ઓએસ મળી શકે છે. ફોટોગ્રાફી માટે આ ફોનમાં ચાર રિયર કેમેરા મળવાની આશા છે. તેમાં 48 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરાની સાથે એક 8 મેગાપિક્સલ અને બે 5 મેગાપિક્સલ કેમેરા મળી શકે છે. ફોનમાં સેલ્ફી માટે 20 મેગાપિક્સલનો કેમેરો મળી શકે છે. 

રેડમી નોટ 10
ફોનમાં 6.57 ઇંચની ડિસ્પ્લે મળી શકે છે. અફવાઓ પ્રમાણે ફોનમાં 4જીબી રેમની સાથે 64 જીબીની ઈન્ટરનલ મેમરી મળી શકે છે. ફોન 512જીબી સુધી માઇક્રો એસડી કાર્ડ સપોર્ટની સાથે આવી શકે છે. ફોટોગ્રાફી માટે આ ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ મળી શકે છે. તેમાં 48 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સરની સાથે એક 8 મેગાપિક્સલ અને એક 2 મેગાપિક્સલનો કેરેરો મળી શકે છે.

વનપ્લસ 9
આ ફોન 6.55 ઇંચની ડિસ્પ્લેની સાથે આવી શકે છે. ફોનમાં 128જીબીની ઇન્ટરનલ સ્ટોરેજની સાથે સ્પેનડ્રેગન 88 ચિપસેટ મળી શકે છે. ફોટોગ્રાફી માટે ફોનમાં કંપની 64 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરાની સાથે એક 16 મેગાપિક્સલ અને એક 8 મેગાપિક્સલનો કેમેરો આપી શકે છે. ફોન 4500mAhની બેટરી સાથે આવી શકે છે. 

મોટો G સ્ટાયલસ 2021
આ ફોન 6.81 ઇંચની  IPS LCD પેનલની સાથે આવી શકે છે. ફોનમાં પ્રોસેસર તરીકે સ્નેપડ્રેગન 675 ઓક્ટા-કોર ચિપસેટ મળી શકે છે. ફોટોગ્રાફી માટે ફાનમાં ચાર રિયર કેમેરા મળી શકે છે. તેમાં 48 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરાની સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એન્ગલ, એક 2 મેગાપિક્સલનો મેક્રો અને એક 2 મેગાપિક્સલનો ડેપ્થ કેમેરો મળી શકે છે. સેલ્ફી માટે ફોનમાં તમને 16 મેપાકિક્સલનો ફ્રંટ કેમેરો મળશે. ફોનને પાવર આપવા માટે તેમાં 4000mAhની બેટરી મળી શકે છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news