Gold Price Today, 04 January 2021, જલદી જાણીલો આજનો સોનાનો ભાવ, મોકો ચુકશો તો થશે પસ્તાવો

Gold, Silver Rate Update, 04 January 2021: ગત સપ્તાહે એક લીમીટ સુધી વેપાર કર્યા બાદ આજે સોના-ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. આજે કારોબારી સપ્તાહના પહેલાં જ દિવસે MCX પર સોનું-ચાંદી ઉપર ચઢેલાં છે. 

Gold Price Today, 04 January 2021, જલદી જાણીલો આજનો સોનાનો ભાવ, મોકો ચુકશો તો થશે પસ્તાવો

નવી દિલ્લી: Gold, Silver Rate Update, 04 January 2021: MCX પર ગત સપ્તાહે સોના-ચાંદીના ભાવ એક લીમીટમાં ફરતા જોવા મળ્યાં. જોકે, આ સપ્તાહની શરૂઆત શાનદાર તેજી સાથે થઈ છે. જેમાં સોના કરતા ચાંદીમાં વધુ ચળકાટ જોવા મળી રહ્યો છે. ચાંદીના ભાવ 2 ટકાથી પણ વધારે વધ્યાં છે.

શુક્રવારે સોનામાં સુસ્તી રહી
MCX Gold: શુક્રવારે MCX પર સોનાનો ફેબ્રુઆરીનો વાયદો 50,244 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયો. ઈંટ્રા ડેમાં સોનાનો ભાવ શુક્રવારે 120 રૂપિયાની લીમીટમાં ફરતો રહ્યો. અંતે સોનું 84 રૂપિયાની સામાન્ય લીડ સાથે 50,235 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયું.

આજે સોનું ચમક્યું
આજે સોનાના ભાવમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. MCX એટલેકે, Multi Commodity Exchange પર સોનાનો ફેબ્રુઆરીનો વાયદો 550 રૂપિયા પ્રતિ 10 ગ્રામવી તેજી સાથે ખુલ્યો, હવે એ તેજી યથાવત છે. સોનું હાલ 50,800 રૂપિયાની આસપાસ જ વેપાર કરી રહ્યું છે. સોનામાં ઈંટ્રા ડેમાં 50,892 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પણ પહોંચ્યું. 

MCX Silver: ચાંદીની વાત કરીએતો, શુક્રવારે ચાંદી આખો દિવસ વધારે હિલચાલ વિના જ કારોબાર કરતી જોવા મળી. એજ શાંતિ સાથે 15 રૂપિયાની સામાન્ય બઢત પર બંધ થઈ. MCX પર ચાંદીનો માર્ચનો વાયદો શુક્રવારે 68,000ની નીચે પણ ગગડ્યો જોકે, સામાન્ય રિકવરી પછી ભાવ ઉપર આવી ગયો.

આજે ચાંદીમાં જોરદાર તેજી
આજે Multi Commodity Exchange  પર ચાંદીમાં માર્ચ વાયદો જોરદાર તેજી બતાવી રહ્યો છે. ચાંદીનો ભાવ 69,000 તરફ આગળ વધી રહ્યો છે. હાલ ચાંદીની કિંમત લગભગ 1400 રૂપિયા પ્રતિ કિલોની તેજી દર્શાવી રહી છે. જોકે, ચાંદીને ઈંટ્રા ડેમાં 70,000 રૂપિયાનું સ્તર પણ પાર કરી દીધું. જોકે, વધારે વાર સુધી આ તેજી ટકી ન શકી. ચાંદીનો ભાવ હજુ પણ 2 ટકાથી વધારે ચઢેલાં છે. 

તમારા શહેરમાં સોના-ચાંદીનો ભાવ
આવો એક નજર નાંખીએ ચાર મેટ્રો શહેરોમાં 10 ગ્રામ 24 કૈરેટ સોનાનો ભાવ શું ચાલી રહ્યો છે, Goodreturns.in મુજબ

10 ગ્રામ સોનાનો ભાવ
શહેર    સોનાનો ભાવ
દિલ્લી    53,520
મુંબઈ    50,070
કોલકાતા    52,200
ચેન્નઈ    51,800

હવે જોઈએ ચાર મેટ્રો શહેરોમાં 1 કિલો ચાંદીનો ભાવ શું છે, Goodreturns.in મુજબ

1 કિલો ચાંદીનો ભાવ
શહેર    ચાંદીનો ભાવ
દિલ્લી    69,600
મુંબઈ    69,600
કોલકાતા    69,600
ચેન્નઈ    72,000

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news