આવી ગયો Motorola નો સસ્તો સ્માર્ટફોન Moto E20, ત્રણ કેમેરા સાથે મળશે શાનદાર ફીચર્સ

મોટોરોલાએ ભારતીય બજારમાં એક સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. 9 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં મળનારા આ સ્માર્ટફોનમાં કેટલાક ખાસ ફીચર્સ આપવામાં આવ્યા છે. 

આવી ગયો Motorola નો સસ્તો સ્માર્ટફોન Moto E20, ત્રણ કેમેરા સાથે મળશે શાનદાર ફીચર્સ

નવી દિલ્હીઃ હેન્ડસેટ નિર્માતા કંપની Motorola એ પોતાના લેટેસ્ટ  Budget Smartphone મોટો ઈ20ને લોન્ચ કરી દીધો છે. મહત્વની ખાસિયતોની વાત કરીએ તો Moto E20 માં એચડી ડિસ્પ્લે, ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ હાજર છે. આ સિવાય ફોન એન્ડ્રોયડ 11 ગો એડિશન પર કામ કરે છે. આવો તમને Motorola Moto E20 સ્માર્ટફોનના બધા ફીચર્સ અને કિંમત વિશે વિસ્તારથી જાણકારી આપીએ છીએ.

Moto E20 Specifications
ડિસ્પ્લેઃ
આ લેટેસ્ટ Motorola Mobile ફોનમાં 6.5 ઇંચ મેક્સવિઝન એચડી+ (720x1600 પિક્સલ) ડિસ્પ્લે છે, તેનો રિફ્રેશ રેટ 60 હર્ટ્ઝ અને આસ્પેક્ટ રેશિયો 20:9 છે.

પ્રોસેસર, રેમ તથા સ્ટોરેજઃ સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે ઓક્ટા-કોર Unisoc T606 SoC ની સાથે 2જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ છે, માઇક્રોએસડી કાર્ડની મદદથી સ્ટોરેજને વધારી શકાય છે. 

કેમેરાઃ ફોટોગ્રાફી માટે ફોનની બેક પેનલ પર બે રિયર કેમેરા આપવામાં આવ્યા છે. 13 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા સાથે 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર સામેલ છે, સેલ્ફી તથા વીડિયો કોલિંગ માટે 5 મેગાપિક્સલનું ફ્રન્ટ કેમેરા સેન્સર હાજર છે. 

કનેક્ટિવિટીઃ ફોનમાં 4જી, બ્લૂટૂથ, વાઈ-ફાઈ, માઇક્રો-યૂએસબી, જીપીએસ, એ-જીપીએસ અને 3.5 મિલીમીટર હેડફોન જેક સામેલ છે. સિક્યોરિટી માટે ફોનના પાછલા ભાગમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને ડિવાઇસમાં ગૂગલ આસિસ્ટેન્ટ માટે અલગથી બટન આપવામાં આવ્યું છે. ડસ્ટ અને વોટર રેસિસ્ટેન્સ માટે  IP52 રેટિંગ પ્રાપ્ત છે. 

સોફ્ટવેરઃ સ્માર્ટફોન Android 11 (Go edition) પર કામ કરે છે. 

બેટરીઃ 4000mAh ની બેટરી ફોનમાં આપવામાં આવી છે જે 10 વોટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. 

Moto E20 Price
Motorola બ્રાન્ડના આ લેટેસ્ટ સ્માર્ટફોનની કિંમત EUR 99.99 (લગભગ 8700 રૂપિયા) નક્કી કરવામાં આવી છે, આ ભાવ ફોનના બે જીબી રેમ અને 32 જીબી વેરિએન્ટનો છે. ફોનને બે કલર વેરિએન્ટમાં ઉતારવામાં આવ્યો છે ગ્રેફાઇટ ગ્રે અને કોસ્ટલ બ્લૂ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news