200MP કેમેરો, 19 મિનિટમાં ફુલ ચાર્જ થશે, જાણો Moto X30 Pro ની કિંમત અને ખાસિયત
200 મેગાપિક્સલ ધરાવતો વિશ્વનો પ્રથમ સ્માર્ટફોન Moto X30 Pro લોન્ચ થઈ ગયો છે. આ ફોનમાં કંપની સેલ્ફી માટે પણ 60 મેગાપિક્સલનો કેમેરો આપી રહી છે. ફોનમાં 125W નું ચાર્જિંગ આપવામાં આવ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ 200MP કેમેરાવાળા દુનિયાના પ્રથમ સ્માર્ટફોને ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. આ દમદાર સ્માર્ટફોનને મોટોરોલાએ લોન્ચ કર્યો છે. કંપનીના આ નવા હેન્ડસેટનું નામ Motorola X30 Pro છે. 200 મેગાપિક્સલ કેમેરા સાથે કંપનીના આ ફોનમાં 144Hz રિફ્રેશ રેટવાળી ડિસ્પ્લે અને 125W નું ફાસ્ટ ચાર્જિંગ મળી રહ્યું છે. આ ચાર્જિંગ ટેક્નોલોજી ફોનને 19 મિનિટમાં 0થી 100% સુધી ચાર્જ કરી દે છે. ફોન 12જીબી સુધીની LPDDR5 RAM અને 512GB સુધીના UFS 3.1 સ્ટોરેજ સાથે આવે છે. કંપનીએ આ ફોનને હાલ ચીનમાં લોન્ચ કર્યો છે. તેની શરૂઆતી કિંમત 3699 યુઆન (43,600 રૂપિયા) છે.
મોટો X30 પ્રોના ફીચર અને સ્પેસિફિકેશન
ફોનમાં કંપની 6.73 ઇંચની ફુલ એચડી+ pOLED ડિસ્પ્લે આપી રહી છે. કર્વ્ડ એઝની સાથે આવનાર આ ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 144Hz છે. ફોનના બેજલ્સ ખુબ સ્લિમ છે, જે તેના લુકને પ્રીમિયમ બનાવે છે. ફોન 12GB સુધીની LPDDR5 રેમ અને 512GB સુધીના UFS 3.1 સ્ટોરેજની સાથે આવે છે. પ્રોસેસર તરીકે કંપની તેમાં પાવરફુલ સ્નેપડ્રેગન 8+ ઝેન 1 ચિપસેટ ઓફર કરી રહી છે. ફોનની સૌથી મોટી ખાસિયત તેનું કેમેરા સેટઅપ છે.
ફોટોગ્રાફી માટે ફોનના રિયરમાં એલઈડી ફ્લેશની સાથે ત્રણ કેમેરા આપવામાં આવ્યા છે. તેમાં 200 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરા સાથે એક 50 મેગાપિક્સલનું અલ્ટ્રા-વાઇડ એન્ગલ સેન્સર અને એક 12 મેગાપિક્સલનું ટેલિફોટો લેન્સ સામેલ છે. ફોનમાં આપવામાં આવેલ પ્રાઇમરી કેમેરામાં કંપનીએ સેમસંગના ISOCELL HP1 સેન્સરનો ઉપયોગ કર્યો છે. તેમાં 8K રેઝોલૂશનનો વીડિયો શૂટ કરી શકાય છે.
સેલ્ફી માટે ફોનમાં કંપની 60 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપી રહી છે. ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરથી લેસ આ ફોનમાં 4500mAh ની બેટરી લાગી છે. આ બેટરી 125 વોટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે આ ટેક્નોલોજી માત્ર 7 મિનિટમાં 50 ટકા સુધી ચાર્જ કરે છે. તો ફુલ ચાર્જ થવામાં માત્ર 19 મિનિટ લાગે છે. ફોનની એક ખાસ વાત છે કે તે 50 વોટના વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે